ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪: ભારતે અમેરિકાની હરાવી સુપર-૮માં કરી એન્ટ્રી

અમેરિકાનો સ્કોરઃ ૨૦ ઓવરમાં ૧૧૦/૮, સૌથી વધુ નીતીશ કુમારના ૨૭, એસ.ટયલોરના ૨૪ રન, સૌરભની બે વિકેટ

ICC MEN'S T20 WORLD CUP 2024 WARM-UP MATCHES CONFIRMED | Windies Cricket news

ભારતનો સ્કોર: ૧૮.૨ ઓવરમાં ૧૧૧/૩, સૌથી વધુ સૂર્યકુમારના ૫૦, શિવમના ૩૧ રન, અર્શદીપની ૪ અને હાર્દિકની ૨ વિકેટ

IND vs USA T20 WC : ભારતે અમેરિકાની હરાવી સુપર-8માં કરી એન્ટ્રી, સૂર્યાની ફિફ્ટી, દૂબે-અર્શદીપનું દમદાર પ્રદર્શન

ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ની સુપર-૮ ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે સતત ત્રીજો વિજય મેળવી સુપર-૮ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આજે અમેરિકા સામેની મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો છે. યુએસએની ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૦ રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતે ૧૮.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૧૧૧ રન નોંધાવ્યા છે. આજની મેચમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થયા હતા, જોકે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની દમદાર બેટીંગના કારણે ભારતને વિજય મેળવ્યો છે. તો બીજીતરફ અર્શદીપ સિંઘ અને હાર્દિક પંડ્યાની ધારદાર બોલિંગે અમેરિકાને મોટો સ્કોર કરતા અટકાવી મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા ભારતીય સુકાની રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

અમેરિકા : નીતીશ કુમારના ૨૭ રન, સૌરભની બે વિકેટ

અમેરિકા તરફથી સૌથી વધુ રન નીતીશ કુમારે ૨૭, એસ.ટયલોરે ૨૪, કોરી એન્ડરસને ૧૫, શેડલી વાન શાલ્કવિકએ અણનમ ૧૧, કેપ્ટન એરોન જોન્સે ૧૧ રન, હરમીત સિંઘે ૧૦ રન નોંધાવ્યા છે. જ્યારે સ્ટીવન ટેલર શૂન્ય, એન્ડ્રીસ ગૌસ બે, જસદીપ સિંહ બે રન નોંધાવ્યા છે.

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા વિરોટ કોહલી શૂન્ય રને અને રોહિત શર્મા ત્રણ રને આઉટ થયો હતો. જ્યારે રિષભ પંતે 20 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 18 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપનાર સૂર્યકુમાર યાદવે અણનમ 49 બોલમાં 2 સિક્સ અને 2 ફોર સાથે 50 રન જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે અણનમ 31 રન નોંધાવ્યા હતા.

બોલિંગમાં ભારત તરફથી અર્શદીપ સિંઘે ચાર, હાર્દિક પંડ્યાએ બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી છે.

IND vs USA LIVE Score........

ભારતીય ટીમે અમેરિકાને સાત વિકેટે હરાવી સુપર-8માં ક્વોલિફાય કર્યું, સૂર્યકુમાર યાદવની ફિફ્ટી

ભારતનો સ્કોર 15 ઓવરમાં 76/3, સૂર્યકુમાર યાદવ 23 રને અને શિવમ દુબે 29 રને ક્રિઝ પર, જીતવા માટે 30 બોલમાં 35 રનની જરૂર

ભારતનો સ્કોર 10 ઓવરમાં 47/3, સૂર્યકુમાર યાદવ 20 રને અને શિવમ દુબે ત્રણ રને ક્રિઝ પર, જીતવા માટે 60 બોલમાં 64 રનની જરૂર

વિકેટ-3 : અમેરિકન બોલર અલી ખાને ભારતને ત્રીજો મોટો ઝટકો આપ્યો છે. ખાને રિષભ પંતને ક્લિન બોલ્ડ કર્યો છે. પંતે 20 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 18 રન નોંધાવ્યા છે. સ્કોર 7.3 ઓવરમાં 39/3

Article Content Image

ભારતનો સ્કોર પાંચ ઓવરમાં 25/2, રિષભ પંત 9 રને અને સૂર્યકુમાર યાદવ 12 રને રમતમાં

વિકેટ-2 : અમેરિકાના બોલર સૌરભે ટીમ ઈન્ડિયાની બે ધરખમ વિકેટો પાડી ભારતનો મોટો ઝટકો આપ્યો છે. સૌરભ નેત્રાવલકરે વિરાટ કોહલી બાદ રોહિત શર્માને પણ સસ્તામાં આઉટ કર્યો છે. રોહિત ત્રણ રને આઉટ થયા બાદ ભારતનો સ્કરો 2.2 ઓવરમાં 10 રન પર પહોંચ્યો છે.

Article Content Image

 

વિકેટ-1 : અમેરિકન બોલરોએ ભારતનો મોટો ઝટકો આપ્યો છે. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં આવતાની સાથે જ બીજા બોલે પ્રથમ વિકેટ ગુમાવી છે. સૌરભ નેત્રાવલકરની ઓવરમાં એન્ડ્રી ગૌસે વિરાટ કોહલીનો કેચ પકડી તેને શૂન્ય રને પેવેલીયન ભેગો કરી દીધો છે.

Article Content Image

અમેરિકાનો સ્કોર 20 ઓવરમાં 110/8, ભારતને જીતવા અપ્યો 111 રનનો ટાર્ગેટ

વિકેટ-8 : મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલે અમેરિકાની આઠમી વિકેટ પડી છે. મોહમ્મદ સિરાઝની બોલિંગમાં જશદીપ સિંઘ વિકેટકીપર ઋષભ પંતના હાથે રન આઉટ થયો છે. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. સ્કોર 20 ઓવરમાં 110/8

વિકેટ-7 : આજની મેચમાં અર્શદીપને ચોથી સફળતા મળી છે, તેણે હરમીત સિંઘને આઉટ કરી અમેરિકાની સાતમી વિકેટ પાડી છે. હરમીત વિકેટ કીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થઈ 10 રને પેવેલીયન ભેગો થયો છે. સ્કોર 17.3 ઓવરમાં 98/7

Article Content Image

વિકેટ-6 : અર્શદીપ બાદ હાર્દિક પડ્યાની પણ ધમાકેદાર બોલીંગ જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યાએ કોરેય એન્ડરસનને આઉટ કરી યુએસએની છઠ્ઠી વિકેટ ઝડપી છે. એન્ડરસન હાર્દિકની બોલિંગમાં વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો છે. સ્કોર 16.5 ઓવરમાં 95/6

Article Content Image

અમેરિકાનો સ્કોર ઃ 15 ઓવરમાં 81/6, હરમીત સિંઘ અને કોરેય એન્ડરસન પીચ પર

વિકેટ-5 : અર્શદીપે યુએસએની પાંચમી વિકેટ ખેરવી છે. અર્શદિપની બોલિંગમાં નીતીશ કુમાર મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો છે. નિતિશે 23 બોલમાં બે ફોર અને એક સિક્સની મદદથી 27 રન નોંધાવ્યા છે. સ્કોર 14.4 ઓવરમાં 81/5

Article Content Image

વિકેટ-4 : અમેરિકાની ચોથી વિકેટ પડી. અક્ષર પટેલે ઓપનિંગમાં આવેલા બેટર સ્ટીવન ટેયલોરને 24 રને બોલ્ડ કર્યો. સ્કોર 11.4 ઓવરમાં 56/4

Article Content Image

અમેરિકાનો સ્કોર ઃ 10 ઓવરમાં 42/3, નિતિશ કુમાર 9 રને અને સ્ટીવન ટેયલોર 14 રને રમતમાં

વિકેટ-3 : ભારતીય ટીમના ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાની બોલિંગમાં કેપ્ટન એરોન જોન્સ મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો છે. જોન્સની વિકેટ પડ્યા બાદ અમેરિકાનો સ્કોર 7.2 ઓવરમાં ત્રણ વિકેટે 25 પર પહોંચ્યો છે.

અમેરિકાનો સ્કોર ઃ 5 ઓવરમાં 17/2, એરોન જોન્સ 10 રને અને સ્ટીવન ટેયલોર ચાર રને રમતમાં

વિકેટ-2 : અર્શદીપને તેની પ્રથમ ઓવરમાં ફરી સફળતા મળી છે. અર્શદીપની ઓવરમાં એન્ડ્રીસ ગૌસ હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો છે. આ સાથે પ્રથમ ઓવરની સમાપ્તી સાથે અમેરિકાના બે વિકેટે ત્રણ રન થયા છે.

વિકેટ-1 : ભારતને પહેલી ઓવરના પહેલાં બોલે જ મોટી સફળતા મળી છે. અર્શદીપ સિંઘે અમેરિકાના ટોચના બેટર શાયન જહાંગીરને શૂન્ય રને LBW આઉટ કરી પેવેલીન ભેગો કરી દીધો છે.

Article Content Image

અમેરિકા અને ભારતે બે-બે મેચો જીતી

ન્યૂયોર્કમાં આ વર્લ્ડ કપની આ છેલ્લી મેચ છે, પરંતુ અમેરિકન ટીમ પહેલીવાર આ મેદાન પર રમવા ઉતરી હતી. અમેરિકાએ તેની પ્રથમ મેચમાં કેનેડાને અને બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે આજની ત્રીજી મેચમાં તેનો ભારત સામે પરાજય થયો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું છે.

ભારતની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ

અમેરિકાની પ્લેઈંગ-11

એરોન જોન્સ, સ્ટીવન ટેલર, શયાન જહાંગીર, એન્ડ્રીસ ગૌસ, નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, શેડલી વાન શાલ્કવિક, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર અને અલી ખાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *