હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ૧૩ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવનઅને ગાજવીજ સાથે પડશે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન ?

Weather - Animation Icons | Free Download by Rasheed Sobhee, via Behance |  Weather icons, Weather symbols, Weather gif

હવામાન વિભાગ દ્વારા આજે ૧૩ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હજી પણ ગરમી પડી રહી છે.

Weather Clipart - weather-sun-global-warming-animated-clipart-cr -  Classroom Clipart

ગુજરાતમાં ચોમાસું આવી ગયાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જોકે, હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ૧૩ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હજી પણ ગરમી પડી રહી છે. ગુજરાતમાં મહત્તમ તપામાન ૪૧ ડિગ્રી સુધી નોંધાયું હતું.

ગુજરાતના ૯ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

Animated Weather Icons | Realistic Icons for Weather Forecast

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. આ વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

Sun Cloudy Sticker - Sun Cloudy Weather Stickers

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં પવનની ગતિ ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

આજે અમદાવાદમાં ૪૨ ડિગ્રી સુધી પહોંચશી ગરમીનો પારો

Weather Clipart - sun-blowing-air-animation - Classroom Clipart

આજે ગુરુવારે અમદાવાદમાં ગરમી વધશે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહશે. શહેરમાં મેક્સીમમ યુવી ઈન્ડેક્સ ૫ મોડરેટ રહેશે. જ્યારે પવનની ગતિ ૧૭ કિલોમીટર પ્રતિક કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમામે ૬૨ % રહેશે. આકાશમાં ૧૮ % વાદળો છવાયેલા રહેશે. એકંદરે અમદાવાદીઓને આજે ગરમી અને બફારાનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં ૪૧.૮ ડિગ્રી ગરમી નોંધાઈ

GIF transparent sunshine - animated GIF on GIFER

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં મહત્તમ ગરમી ૪૧.૮ ડિગ્રી નોંધાઈ હતી. રાજકોટ ૪૧.૮ ડિગ્રી મહત્તમ ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૪૧.૭ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર, ૪૧.૩ ડિગ્રી સાથે વિદ્યાનગર ત્રીજા સ્થાને રહ્યું હતું. આ ઉપરાં અમદાવાદમાં ૪૦.૯ ડિગ્રી, ડિસામાં ૪૦.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ૪૦ ડિગ્રીની આસપાસ ગરમી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *