રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ

અમદાવાદમાં ફાયર NOC વગર ચાલતી ૩૯ હોસ્પિટલ સીલ કરાઈ.

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ, ફાયર NOC વગર ચાલતી 39 હોસ્પિટલ સીલ કરાઈ

 

રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી 

Fire! | Flames, Fire, House fire

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. ૨૯ મે થી ૧૦ જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ ૧૫૦૨ ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૯૫ને નોટિસ અપાઈ હતી. ૧૬૫ પાસે ફાયર એનઓસી જ્યારે ૩૦ પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

કુલ ૯૦૯ હોસ્પિટલોમાં ચેકિંગ બાદ ૩૯ને સીલ કરાઈ હતી અને ૧૦ પાસે બીયુ પરમિશન જ નહોતું. ૫૩માંથી ૬ શોપિંગ મોલ, ૨૮ માંથી ૬ મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *