કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી રહ્યું છે. તો બીજી તરફ દિલ્હીમાં જળ સંકટ યથાવત છે. લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી રહ્યું છે. આગની ઘટના બાદ ભારત સરકારે વિદેશ મંત્રાલયના MoS કીર્તિ વર્ધન સિંહને કુવૈત મોકલ્યા હતા.
કેરળ સરકારે કુવૈતમાં માર્યા ગયેલા લોકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એર્નાકુલમના કલેક્ટર એનએસકે ઉમેશે જણાવ્યું હતું કે, “કેરળના સીએમ પિનરાઈ વિજયન, રાજ્યના મંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. દરેક મૃતદેહ માટે વિશેષ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે મૃતદેહોને તેમના ઘરે સરળતાથી લઈ જવાની ખાતરી કરીશું.”