જી-૭ સમિટ પહેલા ઇટાલીની સંસદમાં હંગામો!

ઇટાલીનીમાં સાંસદો વચ્ચે થઈ મારામારી.

VIDEO | G-7 સમિટ પહેલા ઇટાલીની સંસદમાં હંગામો! સાંસદો વચ્ચે થઈ મારામારી, જાણો શું છે મામલો 1 - image

જી-૭ સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. બુધવારે ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને લઈને તણાવ સર્જાયો હતો. 

Fight breaks out in Italian Parliament after lawmaker makes move on  government official - CBS News

ઈટાલીમાં જી-૭ સમિટ યોજાનાર છે ત્યારે એક સમાચાર એજન્સી દ્વારા મળતા અહેવાલ અનુસાર ઈટાલીની સંસદમાં સરકારના એક પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી થઈ હતી. સંસદની અંદર થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સંસદમાં શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફાઈવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનો આ ઝપાઝપીમાં એટલા ઈજાગ્રસ્ત થયા હતા કે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફાઇવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિવાદ કેવી રીતે શરૂ થયો

ઇટાલીની સંસદમાં બુધવારે સાંજે શરૂ હોબાળો થયો હતો જ્યારે ફાઇવ સ્ટાર આંદોલનના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડેરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવાનો પ્રયાસ કર્યો હતો, ડોર્નોએ સ્વાયત્તતા આપવાની યોજનાનો વિરોધ કરીને આવું કરવાનો પ્રયાસ કર્યો.  આ ઘટના બાદ, ઉત્તર લીગના બીજા ડેપ્યુટી મંત્રી ડોનો પર હુમલો કરવા ઉભા થઈ ગયા હતા, અને લગભગ ૨૦ લોકોએ તેની સાથે મારપીટ શરુ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *