મેલોનીએ શેર કર્યો પીએમ મોદી સાથે સેલ્ફી લેતો વીડિયો

પીએમ મોદી સાથે હાથ મિલાવતી વખતે મેલોનીએ કહ્યું, ૫ સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘મેલોડી ટીમ તરફથી હેલો. પીએમ મોદીએ કહ્યું, ભારત-ઇટાલી મિત્રતા અમર રહે!

Hello from Melodi team: Italy's Giorgia Meloni's video with PM Modi goes  viral - India Today

જી-૭ સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા પીએમ મોદીનું ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદીએ વિશ્વના તમામ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લીધો. આ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી. પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી અને મેલોનીએ X પર મુકેલ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Team Melodi': Italy's Meloni shares video with PM Modi | India News - Times  of India

વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છે. પીએમ મોદી સાથે હાથ મિલાવતી વખતે તે ૫ સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘મેલોડી ટીમ તરફથી હેલો.’ આ તરફ પીએમ મોદીએ પણ મેલોનીની X પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું કે, ભારત-ઇટાલી મિત્રતા અમર રહે!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *