ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

સતત ચોથી વખત ઈમ્પેક્ટ ફીની મુદત છ મહિના લંબાવી.

L&T bags contract for Piramal Realty project - The Economic Times

ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનનો નિર્ણય લીધો છે. જેમાં ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથીવાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી છે. 

What the novel coronavirus is teaching us about building smart cities - The  Reporter | UAB

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ ૬ મહિના લંબાવાઇ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત અપાયેલી ૬ મહિનાની મુદત ૧૬મી જૂને એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ ૧૭મી જૂન રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત ચોથી વખત મુદત વધારાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *