ઈવીએમની અંદર શું હોય છે, કઈ કંપની બનાવ છે

ઈવીએમ વિવાદ : ઇલોન મસ્કની પોસ્ટ બાદ રાહુલ ગાંધીએ ઈવીએમ મશીન પર સલાવો ઉઠાવ્યા બાદ અહીં આપણે ઈવીએમ અંગે મહત્વની જાણકારી વિશે જાણીશું.

ભારતમાં ઈવીએમ મશીનોને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ અચાનક જ રવિવારે આ બાબતની ચર્ચાએ જોર પકડ્યું જ્યારે માઇક્રો બ્લોગિંગ સાઇટ Xના માલિક ઇલોન મસ્કે પોસ્ટ કર્યું કે ઈવીએમ હેક થઈ શકે છે. જે બાદ રાહુલ ગાંધીએ પણ ઈવીએમ મશીનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જો કે, ચૂંટણી પંચે આનો જવાબ આપતા કહ્યું કે આવું કંઈ ન થઈ શકે.

Remote Voting Machine (RVM) Demo Update | Election Commission Migrant  Voters Prototype | घर से दूर रहकर वोट देने के सिस्टम का डेमो: आठ राष्ट्रीय  और 57 क्षेत्रीय पार्टियों ने समझा RVM,

ઈવીએમ શું છે?

ઈવીએમ ની અંદર બે એકમો છે (નિયંત્રણ અને મતપત્ર). એક એકમ કે જેના પર મતદારો તેમના બટન દબાવીને મત આપે છે અને બીજા એકમનો ઉપયોગ તે મત સંગ્રહ કરવા માટે થાય છે. કંટ્રોલ યુનિટ બૂથના પોલિંગ ઓફિસર પાસે હોય છે જ્યારે લોકો અન્ય યુનિટમાંથી વોટ આપે છે. ઈવીએમના પ્રથમ યુનિટમાં પક્ષના ચિન્હો અને ઉમેદવારોના નામ હોય છે.

ઉમેદવારોનો ફોટો અને વાદળી બટન પણ હોય છે. આ બટન દબાવીને તમે તમારો મત આપી શકો છો. જ્યારે મતદાન મથક પર છેલ્લો મત આપવામાં આવે છે, ત્યારે મતદાન અધિકારી નિયંત્રણ એકમ પર બંધ બટન દબાવશે. ક્લોઝ બટન દબાવ્યા બાદ ઈવીએમ પર કોઈ વોટ આપી શકાશે નહીં. પરિણામ માટે કંટ્રોલ યુનિટ પર પરિણામ બટન દબાવવાનું રહેશે અને મતોની ગણતરી દેખાશે.

ઈવીએમ ની અંદર શું થાય છે?

ઈવીએમની અંદર એક માઈક્રોપ્રોસેસર છે અને તેને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. એટલે કે એકવાર પ્રોગ્રામ લખાઈ ગયા પછી, તેને બદલી શકાતો નથી. તેમાં અન્ય કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાતું નથી. ઈવીએમનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર નથી. ઈવીએમ માં આલ્કલાઇન પાવર પેક બેટરી હોય છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

કઈ કંપનીઓ ઈવીએમ બનાવે છે?

ઈવીએમ બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. તે ચૂંટણી પંચ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સંરક્ષણ મંત્રાલય (બેંગલુરુ) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

એક ઈવીએમમાં કેટલા વોટ પડી શકે?

ઈવીએમના જૂના મોડલમાં ૩૮૪૦ વોટ પડી શકે છે. પરંતુ તેનું નવું મોડલ માત્ર ૨૦૦૦ વોટ સ્ટોર કરે છે. ઈવીએમ ડેટાને ૧૦ વર્ષથી વધુ સમય માટે સુરક્ષિત રાખી શકાય છે. એક ઈવીએમ યુનિટ તૈયાર કરવા માટે લગભગ ૮૭૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *