બંગાળના સિલિગુડીમાં સોમવારે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન કોલકાતાના સિયાલદાહ સ્ટેશન જઈ રહી હતી અને સિલિગુડીના રંગપાની વિસ્તારમાં માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી.

બંગાળના સિલિગુડીમાં સોમવારે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન કોલકાતાના સિયાલદાહ સ્ટેશન જઈ રહી હતી અને સિલિગુડીના રંગપાની વિસ્તારમાં માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. અકસ્માત બાદ બે બોગી એકબીજાની ઉપર ચઢી ગઈ છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળે તમામ હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ, ડૉક્ટરો અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કાંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ છે. બચાવ, રાહત અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.