જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે..
આજથી રાજ્યના ૮૦ હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે.
જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે..
હડતાળને પગલે આજે વાલીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો.. અને સવારના બાકીના તમામ કામ પડતા મુકી સંતાનોને સ્કૂલે મુકવા દોડવું પડ્યું હતું.