રાહુલ ગાંધીએ ચોંકાવનારો દાવો કરી વડાપ્રધાન પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીની છબી નષ્ટ થઈ ઘઈ છે. તેમની વિચારધારા પણ નષ્ટ થઈ ગઈ છે. ભાજપનું મૂળ માળખું અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાની તેમની વિચારધારા પડી ભાંગી છે.’

રાહુલ ગાંધીના સીધા પ્રહાર, "હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું, અદાણીની  કંપનીમાં કોના 20 હજાર કરોડ ?" - Hum-Dekhenge

નરેન્દ્ર મોદી સરકારે ટકવા માટે સંઘર્ષ કરવો પડશે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા બાદ ભારતીય રાજકારણની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે અને વડાપ્રધાન મોદીએ સરકાર બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે.

Wishes pour in for Rahul Gandhi on his 53rd b'day

ઉત્તર પ્રદેશ ની રાયબરેલી બેઠક પરના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો અને એનડીએના સાથી પક્ષોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જીતેલી બેઠકોની સંખ્યા ખૂબ જ નાજુક છે અને નાનકડી ભૂલ સરકાર પાડી શકે છે. સ્થિતિ એવી છે કે, જો એક સાથી પક્ષ અન્ય તરફ પલટી મારશે તો સરકાર પડી શકે છે.’ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, મોદી ટીમમાં ઘણો અસંતોષ છે અને તેમના ઘણાં લોકો મારા સંપર્કમાં છે. જોકે રાહુલે આ અંગે વધુ માહિતી આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *