અમદાવાદમાં નકલી ચલણી નોટ પકડવવાના કેસમાં પોલીસ કાર્યવાહી કરિ અને પકડાયેલા આરોપીની પૂછપરછ કરી. ત્યારે અમદાવાદનો એક ઈસમ ડ્રગ્સની ખરીદી કરનાર ગ્રાહકોને છુટા પૈસા આપવાના બહાને ડુપ્લીકેટ નોટ પધરાવવાનો હતો, જેના માટે આ નોટ લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.


સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે અગાઉ પકડાયેલ આરોપી સતીષ, અનિલ અને કાલુરામ રાજસ્થાન – મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ભવાનીમંડી માં મકાન ભાડે રાખ્યું હતું. જે મકાનમાં હાઈ રીઝોલેશન વાળું પ્રિન્ટિંગ મશીન ઉપયોગ કરી ને રૂપિયા ૧૦૦, ૨૦૦ અને 500 ની ચલણી નોટ છાપતા હતા. જ્યાં સીઆઈડી ક્રાઇમએ ઘરમાં સર્ચ કરીને પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જોકે આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી અગાઉ લાખો રૂપિયાની નકલી ચલણી નોટો છાપીને બજારમાં ફેરવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી સતીષ કુમાર વિરુદ્ધ રાજસ્થાનમા નકલી ચલણી નોટ હેરાફેરી કેસમાં બે વખત ગુનો નોંધીને ધરપકડ થઈ ચૂકી છે.
નકલી નોટ રીસીવ કરનાર મોઇન સૈયદ રાજસ્થાન પ્રતાગગઢ નજીક ડ્રગ્સનો જથ્થો લેવા જતો તે સમયે આરોપી સતીષ કુમાર સાથે સંપર્ક થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
નકલી નોટ રિસીવ કરનાર મોઇન ઉર્ફે બાપુ સૈયદ હિસ્ટ્રીશિટર છે. જેના વિરુદ્ધમાં ૧૪ થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. નકલી નોટ બજારમાં ફરતી કરવા માટે ડ્રગ્સ નશો કરનારા નકલી નોટ પધરાવવા માટે પ્લાન ઘડ્યો હતો પણ સીઆઇડી ક્રાઈમએ નકલી નોટની હેરાફેરી નેટવર્ક પર્દાફાશ કર્યો છે.