યોગા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. દર વર્ષે ૨૧ જૂને વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવે છે. આજે આખું વિશ્વ યોગાથી જાગી રહ્યું છે. પીએમ મોદી શ્રીનગરમાં દાલ લેકના કિનારે યોગા કરશે, જેમની સાથે ૭ હજાર લોકો ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લે છે. આ વર્ષે તેઓ શ્રીનગરના દાલ લેકના કિનારે લગભગ ૭ હજાર લોકો સાથે યોગ કરશે. આ વર્ષે યોગ દિવસની થીમ છે- ‘સ્વ અને સમાજ માટે યોગ’. ગુજરાતમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. હવેથી થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. આજે પીએમ મોદી સાથે ૭ હજાર લોકો યોગ કરશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે અને તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ જગ્યાએ જી-૨૦ કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગાનો ધ્વજ ફરકાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યોગ દિવસે સવારે ૦૬:૩૦ વાગ્યાથી સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ SKICCના પાછળના ભાગમાં દાલ તળાવના કિનારે યોગના આસનો કરશે. આ દરમિયાન તેમની સાથે લગભગ ૭ હજાર લોકો યોગ કરશે.