દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની જામીન પર લગાવી રોક.
ઈડીએ કેજરીવાલની જામીન પર મૂક્તિના આદેશ પર દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ઈડીએ પોતાની એસએલપીમાં કહ્યું હતું કે તપાસના મહત્વપૂર્ણ પડાવ પર કેજરીવાલને મૂક્ત કરવાથી તપાસ ઉપર અસર પડશે કારણ કે કેજરીવાલ મુખ્મયંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે. જોકે આના પર સુનાવણી વખતે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને નકારી દીધી છે જેમાં કહ્યું છે કે અરજી પર ઝડપથી સુનાવણીની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે EDએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. EDએ આ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. ગુરુવારે, દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપીને મોટી રાહત આપી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન આપ્યા હતા. જે બાદ તેણે ૨ જૂને આત્મસમર્પણ કર્યું હતું.