ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ : ભારતે બાંગ્લાદેશને ૫૦ રનથી હરાવ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ટી-૨૦ વર્લ્ડ કપના સુપર ૮ મુકાબલામા ભારતે ૫૦ રને બાંગ્લાદેશને હરાવ્યું છે.

🏏ICC T20I WC 2024: S8 - Match 47: India vs Bangladesh @8:00 PM IST🏏 -  Page 2 | Cricket

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ના સુપર ૮ ગ્રુપ વનની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લઈ ભારતને બેટિંગ સોંપી હતી. ભારતે ૨૦ ઓવરમાં ૦૫ વિકેટના નુકશાને ૧૯૬ રન બનાવ્યા હતા. તેની સામે બાંગ્લાદેશ ૧૯૭ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરોના તરખાટ વચ્ચે ઘુંટણીએ પડી ગઈ અને ૨૦ ઓવરના અંતે ૮ વિકેટના નુકશાને માત્ર ૧૪૬ રન બનાવી શકી અને ભારતની ૫૦ રનથી શાનદાર જીત થઈ છે.

T20 World Cup 2024: No Yashasvi Jaiswal as India go unchanged against  Bangladesh, Virat, Rohit to open – India TV

હાર્દિક પંડ્યા ૫૦ રન બનાવી અણનમ રહ્યો હતો

તમને જણાવી દઈએ કે, ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯૬ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ૨૭ બોલમાં ૫૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલીએ ૩૭, રિષભ પંતે ૩૬, શિવમ દુબેએ ૩૪ અને રોહિત શર્માએ ૨૩ રન બનાવ્યા છે. તનઝીમ હસન સાકિબ અને રિશાદ હુસૈને ૨-૨ વિકેટ લીધી હતી. શાકિબ અલ હસને ૧ વિકેટ લીધી હતી.

કુલદીપ યાદવે ૩ વિકેટ લીધી હતી

૧૯૭ રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૬ રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી નઝમુલ હસન શાંતોએ ૪૦ રન બનાવ્યા હતા. તન્જીદ હસને ૨૯ રન અને રિશાદ હુસૈને ૨૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે ૨-૨ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ ૧ વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના પ્લેઇંગ ૧૧માં એક ફેરફાર થયો હતો. ભારતના પ્લેઈંગ ૧૧માં કોઈ ફેરફાર થયો નથી.

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના ગ્રુપ-૧ માં ભારતીય ટીમ ૨ માંથી ૨ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના ગ્રુપ-૧ માં ભારતીય ટીમ ૨ માંથી ૨ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા ૧ મેચ જીતીને બીજા ક્રમે છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું ખાતું ખોલવામાં આવ્યું નથી. બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ૨૩ જૂને ભારતીય સમય અનુસાર સવારે ૦૬:૦૦ વાગ્યે મેચ રમાશે. જો ઓસ્ટ્રેલિયા મેચ જીતી જશે તો ગ્રુપ-૧ માંથી બંને સેમી ફાઇનલિસ્ટનો નિર્ણય થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૪ જૂને મેચ રમાશે.

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ – ભારત બાંગ્લાદેશ મેચમાં બનેલો રેકોર્ડ

ટી-૨૦ WCમાં હાર વિના ટીમ સામે સૌથી વધુ જીત

૬ ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ6 પાકિસ્તાન વિ બાંગ્લાદેશ5 ભારત વિ બાંગ્લાદેશ

ટી-૨૦I માં ભારત માટે સતત સૌથી વધુ જીત

૧૨ નવેમ્બર ૨૦૨૧ અને ફેબ્રુઆરી ૨૦૨૨૯ bw જાન્યુઆરી ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૨૦૯ bw ડિસેમ્બર ૨૦૨૩ અને જૂન ૨૦૨૪

હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ

ભારત બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે. તેણે ૨૭ બોલમાં ૩ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી અણનમ ૫૦ રન બનાવ્યા સાથે ૩ ઓવરમાં ૩૨ રન આપી ૦૧ વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *