ગુજરાત વરસાદ આગાહી: આજે આ ચાર જિલ્લામાં વરસાદ બોલાવશે ભુક્કા

ગુજરાત વેધર : હવામાન વિભાગે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અહીં જાણીએ ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસાદ પડશે.

2 killed as heavy rains lash Maharashtra, red alert in Gujarat - India Today

ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે આજે ૨૪ જૂન ૨૦૨૪ માટે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વરસાદની રાહ જોતા અમદાવાદીઓ માટે પણ સારા સમાચાર છે.

Biparjoy Cyclone Gujarat Update; Rajasthan Ahmedabad | Weather Forecast,  Barmer Jalore Jodhpur Rainfall News | बिपरजॉय के दो दिन बाद भी गुजरात में  भारी बारिश: पालनपुर शहर में पानी भरा ...

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપીમાં આજે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની રાહ જોતા અમદાવાદીઓ માટે પણ સારા સમાચાર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવારે અમદાવાદમાં પણ વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટાં પડવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે અમદાવાદમાં આજે વરસાદની પુરેપુરી શક્યતાઓ દર્શાવી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં રહેશે સામાન્ય વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

૨૫ જૂનના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૫ જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના અમૂક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Southwest monsoon weakens in Gujarat scattered showers expected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *