ઝિમ્બાબ્વે સામે પાંચ ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાત કરતા એલાન કર્યું છે કે આ સિરીઝ માટે કૅપ્ટન શુભમન ગિલ રહેશે. હાલ ટી-૨૦ વર્લ્ડકપ રમતા લગભગ તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
આઈપીએલ ૧૭ માં બહેતરીન પ્રદર્શન કરનારા નીતીશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને પહેલી વાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
ઋતુરાજ ગાયકવાડ અને રિંકુસિંહ ટીમમાં પરત ફર્યા છે. સંજુ સેમસન સિવાય ધ્રુવ જુરેલને વિકેટકીપર અને બૅટ્સમૅન તરીકે પસંદ કરાયા છે.
ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ પ્રમાણે છેઃ
શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુસિંહ, સંજુ સેમસન(વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશકુમાર અને તુષાર દેશપાંડે.
આ સિરીઝની શરૂઆત ૬ જુલાઈથી થશે. તેની છેલ્લી મૅચ ૧૪ જુલાઈના રોજ રમાશે.