વરસાદની મોસમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આ ડ્રિન્ક

આપની રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરી શકે છે અને ચોમાસામાં થતી સીઝનલ બીમારીથી દૂર રાખશે.

Monsoon Special : વરસાદની મોસમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આ ડ્રિન્ક, જાણો રેસીપી

ચોમાસું શરૂ થઇ ગયું છે, રાજ્યમાં ઠેર ઠેર વરસાદનું આગમન થયું છે. આમ બદલાતી સીઝન દરમિયાન, આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણા પરિબળોને કારણે પ્રભાવિત થાય છે. ભેજનું પ્રમાણ વધે અને ભેજને કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનો વધારો થાય છે, જે ચેપનું જોખમ વધારે છે.આ ઉપરાંત તાપમાનમાં અચાનક વધઘટ અને સનલાઇટનો અભાવ રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવી શકે છે, જેથી વ્યક્તિને વાયરલ ઇન્ફેકશન અથવા બીમારી તરફ દોરી શકે છે. તેથી વરસાદની ઋતુમાં તમારા શરીર માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક અને પીણાં નિર્ણાયક બની જાય છે.

Cough home remedies

આયુર્વેદના નિષ્ણાત ડૉ. દિક્ષા ભાવસાર સાવલિયાએ ઇન્સ્ટાગ્રામ પર આવી જ ૪ સામગ્રીની રેસીપી શેર કરી છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરી શકે છે અને તમને ચોમાસામાં થતા સીઝનલ રોગોથી દૂર રાખી શકે છે, જેમાં ભૂખ ન લાગવી, પેટનું ફૂલવું, ખાંસી, શરદી, ગળાની સમસ્યાઓ, છીંક આવવી, તાવ, ગેસ્ટ્રિક સમસ્યાઓ અને અપચોનો સમાવેશ થાય છે.”

What Does 'Immunocompromised' Mean? — Stonewall Community Foundation

સામગ્રી :

  • પાણી
  • તુલસીના પાન
  • ધાણાના બીજ
  • ફુદીનાના પાન
  • આદુ
  • ઈલાયચી

મેથડ :

  • એક પેનમાં એક લીટર પાણી લો.
  • ૫-૭ તુલસીના પાન, ૧ ચમચી ધાણાજીરું, ૭-૧૦ ફુદીનાના પાન અને ૧ ઈંચ આદુ ઉમેરો. (જે લોકોને પિત્તની સમસ્યા હોય તેમાં ૧ ઈલાયચી ઉમેરો)
  • મિશ્રણને પાંચ મિનિટ ઉકળવા દો.
  • તમે આ ડ્રિંકને દિવસ દરમિયાન ગમે ત્યારે અથવા સવારે સૌથી પહેલા તેનો ૧ ગ્લાસ પીવો.

ENHANCES IMMUNITY - CYTONEXT

આ રેસીપી લગભગ દરેક માટે ઉપયોગી થઇ શકે છે કારણ કે તેમાં તુલસી અને આદુ હોય છે જે ગરમ હોય છે અને ફુદીનો અને ધાણા હોય છે જે ઠંડા હોય છે, તે ચયાપચય અને અને રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદ કરે છે. આયુર્વેદ એક્સપર્ટ અનુસાર, આ પીણું રોગપ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો છે જે હર્બલ ચાની જેમ ખાસ કરીને વરસાદની ઋતુમાં લઈ શકાય છે તે સ્વાસ્થ્ય માટે સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *