ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે ત્યારે ૨૪ કલાકમાં ૨૧૪ તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં કેટલો વરસાદ નોંધાયો અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો.
રવિવારે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘ મેહર રહી હતી. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસદા પડ્યો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં ગુજરાતના ૨૧૪ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાંથી સૌથી વધારે સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના ૨૧ તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. ચોમાસાએ એકદમ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટભાગના વિસ્તારોમાં છૂટોછવાયો અને ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. જોકે, ૨૪ કલાકના સમયગાળામાં રાજ્યના ૨૧ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં વાંચો ચાર ઈંચ કરતા વધારે વરસાદ ક્યાં નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
સુરત | પલસાણા | ૨૧૧ |
જૂનાગઢ | માણાવદર | ૨૧૦ |
સુરત | મહુવા | ૧૭૧ |
જૂનાગઢ | વંથલી | ૧૫૪ |
દેવભૂમી દ્વારકા | દ્વારકા | ૧૫૦ |
સુરત | બારડોલી | ૧૪૯ |
પોરબંદર | કુતિયાણા | ૧૪૬ |
સુરત | ઓલપાડ | ૧૪૪ |
સુરત | કામરેજ | ૧૪૩ |
સુરત | સુરત શહેર | ૧૩૮ |
કચ્છ | મુન્દ્રા | ૧૨૯ |
વલસાડ | વાપી | ૧૨૯ |
જૂનાગઢ | મેંદરડા | ૧૧૩ |
વલસાડ | કપરાડા | ૧૧૩ |
અમરેલી | બાબરા | ૧૧૩ |
જૂનાગઢ | ભેસાણ | ૧૧૦ |
વલસાડ | વલસાડ | ૧૧૦ |
ભરૂચ | ભરૂચ | ૧૦૯ |
જૂનાગઢ | જૂનાગઢ | ૧૦૬ |
જૂનાગઢ | જૂનાગઢ શહેર | ૧૦૬ |
જૂનાગઢ | વિસાવદર | ૧૦૩ |