કેળા કાર્બોહાઈડ્રેટનો ઉત્તમ સ્ત્રોત છે, જેને શરીર ઊર્જા માટે ગ્લુકોઝમાં વિભાજીત કરે છે. આવી સ્થિતિમાં, વર્કઆઉટ પહેલાં કેળા ખાવાથી શરીરને સતત એનર્જી મળી રહે છે.

કરસત શરીરને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી છે. કસરત પહેલા અને પછી યોગ્ય ડાયટ લેવું જોઇએ. પ્રી વર્કઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો વર્કઆઉટ પહેલા ફ્રૂટ કે હેલ્ધી સ્નેક બાર લેવાનું પસંદ કરે છે. જો કે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની કસરત પહેલા કેળા ખાવાથી વધુ ફાયદો થાય છે. તમે ઘણીવાર લોકોને આવી સલાહ આપતા સાંભળ્યા હશે, પરંતુ આ પાછળનું કારણ શું છે અથવા વર્કઆઉટ પહેલા કેળા ખાવા સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે,
કેળા કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર
કેળા કાર્બોહાઈડ્રેટનો ઉત્તમ સ્ત્રોત છે, જેને શરીર ઊર્જા માટે ગ્લુકોઝમાં વિભાજીત કરે છે. આવી સ્થિતિમાં વર્કઆઉટ પહેલા કેળા ખાવાથી સતત એનર્જી રિલીઝ થાય છે, જેનાથી તમારા વર્કઆઉટ પરફોર્મન્સમાં વધારો થાય છે અને તમને જલ્દી થાક પણ નથી લાગતો.
કેળામાં હાઇ પોટેશિયમ
કેળા પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. આ સાથે જ પોટેશિયમ એક એવું ખનિજ છે જે સ્નાયુની કામગીરી અને જ્ઞાનતંતુઓના આવેગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં વર્કઆઉટ પહેલા કેળા ખાવાથી માંસપેશીઓમાં ખેંચાણ અને થાકથી બચી શકાય છે.
કેળા પચવામાં સરળ
અન્ય પ્રી-વર્કઆઉટ સ્નેકની તુલનામાં કેળા વધુ સરળતાથી પચી જાય છે. આવી સ્થિતિમાં કેળા ખાવાથી તમને કસરત કરતી વખતે પેટમાં કોઈ તકલીફ અનુભવાતી નથી.
કેળા મસલ્સ રિકવરીમાં મદદરૂપ
પ્લસ વન જર્નલમાં પ્રકાશિત 2018ના એક અભ્યાસ સૂચવે છે કે કેળા કસરત પછી મસલ્સ રિકવર થવામાં મદદ કરી શકે છે.
કેળા ફાઇબર અને ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત
કેળામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે તમારા વર્કઆઉટ દરમિયાન ધીમી અને સ્થિર ઉર્જાને મુક્ત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેળામાં ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પ્રવાહીના સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કસરત કરતી વખતે પરસેવો પાડતી વખતે ઇલેક્ટ્રોલાઇટ્સ નાશ પામે છે, તેથી કેળા ખાવાથી પણ ફાયદો થઈ શકે છે.
કેળા પોષક તત્વથી ભરપૂર
કેળામાં ફિનોલ્સ, કેરોટીનોઈડ્સ અને ફાઈટોસ્ટેરોલ જેવા પોષક તત્વો હોય છે, જે વર્કઆઉટ બાદ માંસપેશીઓમાં કળતર ઓછી કરે છે.