એલ કે અડવાણીની તબિયત લથડતા અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઘણા દિવસોથી બીમાર છે, તે પહેલા તેમની સારવાર એઇમ્સમાં કરવામાં આવી હતી.
લાલ કૃષ્ણ અડવાણી ને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઘણા દિવસોથી બીમાર છે, તે પહેલા તેમની સારવાર પણ એઇમ્સમાં કરવામાં આવી હતી. હવે ૧૫ દિવસની અંદર બીજી વખત ભાજપના નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉંમરને લગતી બીમારીઓના કારણે તેમને સતત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ એલકે અડવાણી ડોક્ટરની દેખરેખમાં છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, રાત્રે ૦૯:૦૦ વાગ્યે તેમને અસહજતા અનુભવાઈ હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક એપોપો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડો.વિનીત સૂરીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે અડવાણીની ઉંમર આ સમયે ૯૬ વર્ષ છે, ઘણા વર્ષોથી તેઓ રાજકારણ અને જાહેર જીવનથી દૂર છે.
એલ કે અડવાણી ભારત રત્ન થી સમ્માનિત કરાયા
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લાલ કૃષ્ણ અડવાણીને આ વર્ષે ૩૦ માર્ચે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે, લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાને કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે એની ઘોષણા કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. મેં તેમની સાથે વાત પણ કરી હતી અને આ સન્માન પ્રાપ્ત કરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આપણા સમયના સૌથી આદરણીય રાજપુરુષોમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમનું જીવન તળિયાના સ્તરે કામ કરવાથી માંડીને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધી શરૂ થાય છે. તેમણે આપણા ગૃહ પ્રધાન અને માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી.
એલ કે અડવાણીની રાજકીય સફર
વર્ષ ૨૦૧૫ માં અડવાણીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકીય કારકિર્દીમાં પણ તેમને અનેક સન્માનો મળ્યા છે. તેમની ઓળખ એક નમ્ર નેતાની રહી છે, જેના સંબંધો બધા સાથે સારા હતા. પોતાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે શરૂઆતથી જ ભાજપનું નિર્માણ કરવાનું કામ કર્યું હતું. અટલ બિહારી વાજપેયી સાથે મળીને તેમણે ભાજપને રાષ્ટ્રીય પક્ષનો ટેગ આપ્યો હતો.