આજનું પંચાંગ
દર્શ અમાવસ્યા
સૂર્ય પુનર્વસુમાં ૨૩ ક. ૪૧ મિ. થી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ મિ., (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર : આદ્રા ૨૮ ક. ૦૦ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીસ સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૪ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : જેઠ વદ અમાસ
– દર્શ અમાવાસ્યા
– સૂર્ય પુનર્વસુમાં ૨૩ ક. ૪૧ મિ. થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૩ બહમન માસનો ૨૫મો રોજ આક્ષીશવંધ
આજ નું રાશિફળ
જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?
મેષ રાશી
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે. વેપારમાં સારી આવક થવાની સંભાવના છે.
વૃષભ રાશિ
કાર્યક્ષેત્રે નવી તક મળશે. બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં પૂર્વ આયોજિત કાર્યોમાં તમને સફળતા મળશે.
મિથુન રાશિ
વેપારમાં નવા સહયોગી બનશે. લોકોને પશુ કાર્ય અથવા પશુપાલનમાં વિશેષ લાભ મળશે.
કર્ક રાશિ
વિદેશ પ્રવાસ કે લાંબા અંતરની યાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં કાર્યક્ષેત્રમાં કેટલાક ખોટા આરોપો લાગી શકે છે
સિંહ રાશિ
કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ સહકર્મીઓ સાથે વધુ તાલમેલ બનાવવાનો પ્રયાસ કરો. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અચાનક ધનલાભ થવાની સંભાવના છે.
કન્યા રાશિ
કાર્યસ્થળે નવા સંપર્કો બનશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો કરવાનો પ્રયાસ કરો.
તુલા રાશી
કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે. નાણાકીય લેવડદેવડમાં વધુ સાવધાની રાખો. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં
વૃશ્ચિક રાશી
કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. વ્યાપાર ક્ષેત્રે લોકોને લાભ મળવાની સંભાવનાઓ રહેશે.
ધન રાશી
આજે નાણાની અછતને કારણે આવતી અડચણો દૂર થશે. સંચિત મૂડી સંપત્તિમાં વધારો થશે.
મકર રાશિ
જમીનની ખરીદી અને વેચાણથી આર્થિક લાભ થશે. ધનલાભનો નવો માર્ગ મોકળો થશે. ખરાબ સંગત ટાળો.
કુંભ રાશી
આજે તમને કોઈ સારા સમાચાર મળશે. દિવસ લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે
મીન રાશી
આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરો, સ્વાસ્થ્યમાં આજે ઉતાર-ચઢાવ રહેશે. ધાર્મિક કાર્યોમાં આસ્થા વધશે.