વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયાના ખેલાડીઓનું ભારે દબદબાભેર સન્માન કરાયું હતું અને તેમને ઈનામી રકમ પણ અપાઈ હતી.
૧૩ વર્ષ બાદ વિશ્વ વિજેતા બનેલી ટીમ ઈન્ડીયા પર આજે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે અને મોટી શાનો-શોકતથી જીતની ઉજવણી કરી રહ્યો છે. આજે ટીમ ઈન્ડીયાના ખેલાડીઓનું મોટું સન્માન કરાયું. પહેલા પીએમ મોદીએ દિલ્હી બોલાવીને સન્માન આપ્યું ત્યાર બાદ બીસીસીઆઈએ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડીયાનું સન્માન તરીકે તેને ઈનામી રકમ 125 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.
મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડ
કોહલી-બુમરાહ ઈમોશનલ બન્યાં
આ પ્રસંગે કોહલી અને બૂમરાહ ઈમોશનલ થયેલા જોવા મળ્યાં હતા.
ટ્રોફી સમગ્ર દેશની- રોહિત શર્મા
તમામનો આભાર માનતાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આ ટ્રોફી આખા દેશ માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું ખૂબ જ સન્માનની વાત હતી. હું ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું. ભારતીય ટીમ અને BCCI વતી દરેકનો આભાર. રોહિતે કહ્યું કે મુંબઈ ક્યારેય નિરાશ કરતું નથી. અમારું અદ્ભુત સ્વાગત થયું. ટીમ વતી અમે ચાહકોનો આભાર માનવા માંગીએ છીએ. હું ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું. રોહિતે પોતાના સાથી ખેલાડી હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન, ઉત્સાહી ભીડે “હાર્દિક, હાર્દિક” ના નારા લગાવ્યા. અહીં હાર્દિકે ભાવુક થઈને ઉભા થઈને ચાહકોનું અભિવાદન કર્યું હતું.
ખેલાડીઓએ સ્ટેડિયમમાં ચાહકો સાથે ડાન્સ કર્યો
સ્ટેડિયમમાં પ્રવેશ્યા બાદ ખેલાડીઓ ચાહકો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર મેદાનમાં ફરીને ચાહકોનું અભિવાદન કર્યું હતું.
રોહિત-કોહલીએ સાથે મળીને ટ્રોફી ઉપાડી
રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ટ્રોફી સાથે ફોટો પડાવતા જોવા મળ્યા હતા. બંને અનુભવી ખેલાડીઓએ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટી-૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિજય પરેડ દરમિયાન બંને ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળ્યા હતા.