અમદાવાદમાં સાંજનાં સુમારે લોકોની અવર જવરથી ધમધમતા એવા લો ગાર્ડન પાસે સનસનાટી ભરૂ રૂપિયા ૬૫ લાખની લૂંટ ચલાવી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં લો ગાર્ડ નજીકથી આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્શો દ્વારા તેની પાસે જઈ આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ પણ આંગડીયા કર્મચારી લૂંટારૂઓને તાબે ન થતા લૂંટારૂઓ દ્વારા આંગડિયા પેઢીનાં કર્મચારી પર ફાયરીંગ કર્યા બાદ હાથમાંથી રૂપિયા ભરેલ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા.
લોકોની અવર જવરથી ધમધમતા એવા લો ગાર્ડન રોડ પર આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આરોપીઓ કઈ તરફ ગયા તે જાણવા પ્રયત્ન હાથ ધર્યો હતો.