મોદી ૪૧ વર્ષમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રશિયાની મુલાકાત બાદ આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. અહીં તેમણે ભારત-ઓસ્ટ્રિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે ભારત-ઓસ્ટ્રેયિના સંબંધોનો વિકાસ, રશિયા-યુક્રેન યુદ્ધ, વિશ્વભરમાં ચાલી રહેલો સંઘર્ષ, આતંકવાદ સહિતના મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાનની આ યાત્રાની સૌથી મહત્વની વાત એ છે કે, ૪૧ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે છે.

World News, Latest World News, Breaking News and Headlines Today | Mid-day

વડાપ્રધાન મોદી કહ્યું કે, ‘મારી આ યાત્રા ખાસ અને ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી સહકાર જળવાઈ રહે તે માટે અમે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. આજે મારી અને ચાંસલર નેહમર વચ્ચે સાર્થક વાતચીત થઈ છે. અમે બંને દેશોના સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી સંભાવનાઓની ઓળખ કરી છે. અમે નિર્ણય લીધો છે કે, સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવામાં આવશે. અમે બંનેએ આતંકવાદની કડક નિંદા કરી છે.’

Modi begins Vienna visit, first time by Indian PM in 41 years - IBTimes  India

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેં અને ચાંસલર નેહમરે વિશ્વમાં ચાલી રહેલા વિવાદો, રશિયા-યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત તમામ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, એઆઈ ટેકનોલોજી તેમજ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી છે.’

પીએમ મોદીએ કહ્યું,

PM Modi and Chancellor Nehammer agree to further cement India-Austria  friendship

 ‘મેં પહેલા પણ કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી. યુદ્ધના મેદાનમાં સમસ્યાઓનું નિરાકરણ નથી આવી શકતું. માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ જ્યારે કોઈનો જીવ જાય છે ત્યારે દુઃખી થાય છે. જાનહાનિ અસ્વીકાર્ય છે. ભારત અને ઑસ્ટ્રિયા શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *