દીવ-દમણમાં પ્રશાસને લગાવ્યું રાત્રી કર્ફ્ય, કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા આ સંઘપ્રદેશમાં પણ ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે જ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસકે મહત્વનો નિર્ણય લીધો છે.

સંઘપ્રદેશમાં પણ હવે વકરતા કોરોનાના સંક્રમણને અટકાવવા રાત્રીના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકાયો છે. સંઘપ્રદેશના પ્રશાસકે રાત્રી કર્ફ્યુનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં નિયમોનો ભંગ કરનારા સામે આકરી કાર્રવાઈની પણ તાકિદ કરવામાં આવી છે. નોંધનીય છે કે બુધવારના દમણમાં કોરોનાના નવા 12 તો દાદરાનગર હવેલીમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે.

ગુરૂવારના દાદરાનગર હવેલીમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. 14 પૈકે બે હોટલ મેનેજમેંટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દાદરાનગર હવેલીમાં હાલમાં કોરોનાના 48 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં 1 હજાર 666 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

ગઈકાલે દાદરાનગર હવેલીમાં 403 કોરોના ટેસ્ટ કરાયા હતાં જે પૈકી 14 વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હાલ દાદરાનગર હવેલીમાં 11 વિસ્તારને કંટઈનમેંટ ઝોનમાં મૂકાયા છે. તો વકરતા સંક્રમણ વચ્ચે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 12 હજાર 978 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *