મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં આગ : મૃત્યુઆંક 10 થયો, મોલના ત્રીજા માળે આવેલી હોસ્પિટલમાંથી 70 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા

મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પહોંચી હતી. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

આપને જણાવી દઈએ કે જે મિલમાં આગ લાગી હતી, તે મોલ 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલા લગભગ 1000 જેટલી નાની દુકાનો, 2 બેંકવેટ હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોનાની હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું. મોલ વિવાદિત રહ્યો છે અને ચાર વર્ષ પહેલા NCLTએ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરેલ છે.

મોલમાં આગ લાગ્યા બાદ ત્રીજા માળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોલમાં આગ લાગ્યા બાદ ત્રીજા માળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગનું કારણ જાણી શકાયું નથી
મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે 22 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી.
આગને કારણે બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.
આગને કારણે બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *