દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જો દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો દિલ્હીના લોકોને પૂરતી વીજળી, પાણી અને જામ મુક્ત દિલ્હી આપવામાં આવશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાંબા સમય બાદ ફરી એકવાર વીજળીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિલ્હી ભાજપે આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. બીજેપીએ આજે એટલે કે સોમવારે દિલ્હીમાં પાવર કંપનીઓ દ્વારા PPAC અને સરચાર્જ વધારવાના વિરોધમાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપે BSES ઓફિસની બહાર આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીજળી અને પાણીની સમસ્યાને લઈને પૂર્વ દિલ્હીના કરકરડુમામાં BSES રાજધાની પાવર લિમિટેડ ઓફિસની બહાર કામદારો સાથે પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
‘ભાજપની સરકાર આવે તો…’
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જો દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો દિલ્હીના લોકોને પૂરતી વીજળી, પાણી અને જામ મુક્ત દિલ્હી આપવામાં આવશે. સચદેવાએ આરોપ લગાવ્યો, “દિલ્હી સરકાર PPAC અને પેન્શન સરચાર્જના નામે દિલ્હીની જનતાને લૂંટી રહી છે. PPAC ગેરકાયદેસર છે અને તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ.”
તેમણે કહ્યું કે દિલ્હી સરકાર પાછલા બારણે વીજ કંપનીને ફાયદો કરાવવામાં લાગેલી છે. સચદેવાએ કહ્યું, “જ્યાં સુધી દિલ્હી સરકાર PPACમાં વધારો પાછો ખેંચી લે નહીં ત્યાં સુધી દિલ્હીના લોકોના હિતમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આમ આદમી પાર્ટીની સરકારે ડિસ્કોમના પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ (PPAC)માં ફેરફાર કર્યા હતા, જેના કારણે ગ્રાહકોના વીજ બિલમાં ૬ થી ૮ % નો વધારો થયો છે. ભાવ વધારા અંગે ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર પર પોતાના ફાયદા માટે ડિસ્કોમ સાથે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.