હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ.
![]() |
દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળવારે મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તરના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો હતો. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે તેમજ ૧૮ જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ૫ દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદ પડી શકે છે.
૧૮ અને ૧૯ જુલાઈએ કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૧૮ મીથી ૨૦ મી જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, ૧૭ મી જુલાઈએ કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના કોટા અને ઉદયપુર વિભાગમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.