શું આંતરડાના બેક્ટેરિયા બાળકોમાં ઓટીઝમનું નિદાન કરવામાં મદદ કરી શકે છે?

ઓટિઝમ ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, તેમાં વ્યક્તિને સાથે વાતચીત કરવામાં મુશ્કેલીઓ અનુભવી અથવા તેઓ અન્ય લોકો સાથે વાતચીત કરે છે તેમાં તફાવત જોવા મળે છે.

Autism : શું આંતરડાના બેક્ટેરિયા બાળકોમાં ઓટીઝમનું નિદાન કરવામાં મદદ કરી શકે છે? અભ્યાસ શું કહે છે?

ઘણીવાર બાળકોમાં ઓટીઝમ નું નિદાન કરવું મુશ્કેલ હોય છે કારણે કે આ બીમારીના લક્ષણોના પ્રકાર અલગ અલગ હોઈ શકે છે. બાળકોમાં આ ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટ ડિસઓર્ડરનું નિદાન કરવા માટે એક ટેસ્ટ અવેલેબલ નથી. આ ઉપરાંત, અન્ય હાવભાવમાં વિકૃતિઓ સાથે ઘણા અન્ય લક્ષણોને કારણે શરૂઆતના થોડા વર્ષોમાં નિદાનમાં વિલંબ થાય છે. પરંતુ હવે તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે તે આંતરડાના બેક્ટેરિયા થી ઓટીઝમનું નિદાન કરી શકાય છે.

autism in children

ઓટિઝમ શું છે?

ઓટિઝમ ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, તેમાં વ્યક્તિને સાથે વાતચીત કરવામાં મુશ્કેલીઓ અનુભવી અથવા તેઓ અન્ય લોકો સાથે વાતચીત કરે છે તેમાં તફાવત જોવા મળે છે. તેઓના હાવભાવને એક્સપ્રેસ કરવામાં અને સમજવામાં મુશ્કેલી થાય આ ઉપરાંત ભાષા વિકાસનો અભાવ જોવા મળે છે.

અભ્યાસમાં શું જાણવા મળ્યું?

Understanding Autism | Nessy

તે ગટ માઇક્રોબાયોટા અથવા ગટ માઇક્રોબાયોમને ટ્રેક કરે છે, જે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને આપણા પાચન માર્ગમાં રહેતા જનીનો સહિતના સુક્ષ્મસજીવો છે. સંશોધકોએ કેટલાક જૈવિક માર્કર્સને ઓળખવા માટે સામાન્ય અને ઓટીસ્ટીક બાળકોના ૧,૬૦૦ થી વધુ સ્ટૂલ સેમ્પલનું વિશ્લેષણ કર્યું હતું. આ બાળકો એકથી ૧૩ વર્ષની વયના છે. ઓટીઝમ સાથે સંકળાયેલ આંતરડાના માઇક્રોબાયોમમાં ૩૧ ફેરફારો જોવા મળ્યા હતા. આનો અર્થ એ છે કે આંતરડાની તપાસનો ઉપયોગ જીનોમ સિક્વન્સિંગ, મેડિકલ હિસ્ટ્રી અને મગજની પ્રોબ્લેમના નિદાન માટે થઈ શકે છે. આંતરડાના માઇક્રોબાયોમમાં ફેરફાર સ્થૂળતા, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સાથે જોડાયેલા છે. તેથી તેઓ ઓટીઝમ માટે પણ કામ કરી શકે છે.

રિસર્ચના મુખ્ય લેખક અને ચાઇનીઝ મોલેક્યુલર બાયોલોજીસ્ટ ડૉ. ક્યુ સીએ જણાવ્યું છે કે આ બાયોમાર્કર્સ પર આધારિત એક સાધન પ્રોફેશનલ્સને ઓટિઝમનું વહેલું નિદાન કરવામાં મદદ કરી શકે છે અને બાળકોને નાની ઉંમરે વધુ અસરકારક સારવાર આપવામાં મદદ કરી શકે છે.

ઓટીઝમ માટે હાલમાં ડાયગ્નોસ્ટિક સાધનો શું છે?

એક્સપર્ટના કહ્યા અનુસાર આ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડરના વિવિધ લક્ષણો હોવાથી, લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અને પુનરાવર્તિત વર્તણૂક દ્વારા વર્ગીકૃત થયેલ છે, વર્તમાન ટેસ્ટિંગ વિસ્તૃત છે. ડૉક્ટર્સ પેરેંટલ ઇન્ટરવ્યુ અને CARS (ધ ચાઇલ્ડહુડ ઓટિઝમ રેટિંગ સ્કેલ) જેવા અવલોકનો પર આધાર રાખે છે. એક વર્તમાન સ્ક્રીનીંગ ટૂલમાં ૧૬-૩૦ મહિનાની વય વચ્ચેના બાળકોના માતા-પિતાને આપવામાં આવેલી પ્રશ્નોનો સમાવેશ થાય છે. અન્ય એક છે ઓટીઝમ ડાયગ્નોસ્ટિક ઈન્ટરવ્યુ (ADI-R), પેરેન્ટ ઈન્ટરવ્યુ અને ઓટીઝમ ડાયગ્નોસ્ટિક ઓબ્ઝર્વેશન શેડ્યૂલ, સેકન્ડ એડિશન, (ADOS-2) એક સેમી-સ્ટ્રક્ચર્ડ સ્ટાન્ડર્ડ એસેસમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ જેમાં સંખ્યાબંધ પ્લે-આધારિત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ હવે ગોલ્ડ સ્ટાન્ડર્ડ નિદાન સાધનો છે.

બાળકોના આંતરડાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર

ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) ધરાવતા દર્દીઓ વારંવાર જઠરાંત્રિય (GI) લક્ષણો જેમ કે કબજિયાત, પેટનું ફૂલવું અને કેટલાક ખોરાક પ્રત્યે ઇન્ટોલરન્સ અનુભવે છે. મેટાબોલિક અને દાહક પ્રતિક્રિયાઓ સાથે બદલાયેલ આંતરડાના માઇક્રોબાયલ આ બાળકોમાં જનીન કાર્ય કરવાની રીતને અસર કરી શકે છે, જે જ્ઞાનાત્મક અને વર્તણૂકીય મુશ્કેલીઓ તરફ દોરી જાય છે. જો કે રોગનિવારક અને આહારમાં ફેરફાર દ્વારા આંતરડાના માઇક્રોબાયોટાને કેવી રીતે લક્ષ્ય બનાવી શકાય તે શોધવા માટે વધુ સંશોધનની જરૂર છે. દાખલા તરીકે ઘઉં, દૂધ, પ્રિઝર્વેટિવ્સ અને ખાંડ પર કાપ મૂકવો. પ્રોટીન, ઓમેગા ૩ ફેટી એસિડ્સ અને વિટામિન્સથી ભરપૂર સ્વસ્થ હોમમેઇડ ખોરાક મદદ કરી શકે છે. તાજા ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ, બીજ, માછલી અને કઠોળનો સમાવેશ કરો.

Marcus Autism Journey GIFs - Find & Share on GIPHY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *