યુપીમાં ટ્રેન દુર્ઘટના

દિબ્રૂગઢ એક્સપ્રેસના ૧૦-૧૨ કોચ ખડી પડ્યાં, ચારના મોત, બચાવ કાર્ય ચાલુ.

VIDEO: યુપીમાં ટ્રેન દુર્ઘટના, દિબ્રૂગઢ એક્સપ્રેસના 10-12 કોચ ખડી પડ્યાં, ચારના મોત, બચાવ કાર્ય ચાલુ 1 - image

ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના ૧૦ થી ૧૨ કોચ પાટા પરથી ઉતરી  પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે.  

એસડીઆરએફની ૩ ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચાર લોકો ઘાયલ થવા હોવાના અહેવાલ મળ્યા છે. દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન માટે હેલ્પલાઈન નંબર LJN-૮૯૫૭૪૦૯૨૯૨ અને GD- ૮૯૫૭૪૦૦૯૬૫ જારી કરવામાં આવ્યો છે. મોટાભાગના મુસાફરો કોચમાંથી બહાર આવી ગયા છે. પરંતુ હજી તમામ કોચમાં તપાસ થઈ રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્રેન દુર્ઘટનાની નોંધ લેતાં અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવા નિર્દેશ કર્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ઘટનાસ્થળના આસપાસના વિસ્તારોમાં સ્થિત હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે ૧૫ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

આ દુર્ઘટનાના કારણે કુલ ૧૩ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. ચાર લોકોના મોત  નીપજ્યા હોવાની ખાતરી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે. ૨૦ લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. 

Gonda train derailment: 4 dead as Dibrugarh Express derails in Uttar Pradesh  - India Today

રેલવે વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ

ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી ૧૫૯૦૪- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે ૧૧:૩૯ કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવાર બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. જેનાથી મુસાફરો ચિંતિંત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

દેશમાં ટ્રેન અકસ્માતોની ઘટના વધી

ઉલ્લેખનીય છે કે, અગાઉ પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં ૧૦થી વધુ લોકોના મોત અને ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ૧૭ જુનના રોજ એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ પહેલા જૂન-૨૦૨૩માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ હતી. આ ઘટનામાં લગભગ ૩૦૦ લોકોના મોત થયા હતા.

૨૦૧૪થી ૨૦૨૩ વચ્ચે વાર્ષિક સરેરાશ ૭૧ ટ્રેન અકસ્માત થયા

સરકારે દાવો કર્યો છે કે, ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે વાર્ષિક સરેરાશ ૧૭૧ ટ્રેન અકસ્માત થતા હતા, જ્યારે ૨૦૧૪થી ૨૦૨૩ વચ્ચે વાર્ષિક સરેરાશ ૭૧ ટ્રેન અકસ્માત થયા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો છે. ૧૯૬૦-૬૧થી ૧૯૭૦-૭૧ વચ્ચે એટલે કે ૧૦ વર્ષમાં ૧૪૭૬૯, ૨૦૦૪-૦૫થી ૨૦૧૪-૧૫ વચ્ચે ૧૮૪૪, જ્યારે ૨૦૧૫-૧૬થી ૨૦૨૧-૨૨ એટલે કે છ વર્ષમાં ૪૪૯ ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ ૧૯૬૦થી ૨૦૨૨ સુધીના ૬૨ વર્ષમાં ૩૮,૬૭૨ ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ ૬૦૦થી વધુ અકસ્માતો થયા છે. ૧૯૬૦-૬૧થી ૧૯૭૦-૭૧ વચ્ચે એટલે કે ૧૦ વર્ષમાં ૧૪૭૬૯, ૨૦૦૪-૦૫થી ૨૦૧૪-૧૫ વચ્ચે ૧૮૪૪, જ્યારે ૨૦૧૫-૧૬ થી ૨૦૨૧-૨૨ એટલે કે છ વર્ષમાં ૪૪૯ ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ ૧૯૬૦થી ૨૦૨૨ સુધીના ૬૨ વર્ષમાં ૩૮,૬૭૨ ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ ૬૦૦થી વધુ અકસ્માતો થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *