અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હત્યાના પ્રયાસનો એક નવો વીડિયો સામે આવ્યો છે. હત્યારા થોમસ ક્રૂક્સે બરાબરના માથાની વચ્ચે રેન્જ સેટ કરીને ફાયર કર્યું હતું.
માથું નીચું મનાવીને ગોળીઓથી બચ્યાં
અમેરિકાના પેન્સિલવેનિયાના બટલરની ચૂંટણી સભામાં થયેલા ફાયરિંગમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બચી ગયાં છે. જીવલેણ હુમલાથી બચવા ટ્રમ્પે એક ટ્રિક વાપરી હતી. તેમણે રીતસરની ગોળીને થાપ આપી હતી જેવી સામે ગોળી આવી કે તરત તેમણે તેમનું માથું નીચે નમાવી દીધું હતું. એકદમ સરળતાથી માથું નીચે નમાવી દેતાં ગોળી તેમના કાનના ઉપલા ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી. તેમણે માથું ન નમાવ્યું હોત તો મોત નક્કી હતું.
ગોળીથી બચવા શું ટ્રિક વાપરી
ટ્રમ્પ પર છત પરથી જેવું ફાયરિંગ થયું કે તરત તેમની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસના એજન્ટો તેમને બચાવવા દોડ્યાં હતા. ટ્રમ્પે તેમનો જમણો કાન પકડીને હાથ નીચે કર્યો હતો અને પછી ઘૂંટણીએ પડી ગયાં હતા. એક મિનિટ બાદ તેઓ ઊભા થયા ત્યારે તેમના ચહેરા પર લોહીઓના રેલા દોડતાં હતા અને તેઓ હવામાં મુઠ્ઠીઓ ઉછાળીને ફાઈટ, ફાઈટ, ફાઈટ એમ ચિલ્લાયાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થતાં જ સિક્રેટ સર્વિસના સૈનિકો ઝડપથી તેમની તરફ દોડ્યા અને તેમને ચારે બાજુથી કવર કરી લીધાં હતા આ દરમિયાન તેમના સમર્થકો હાથ લહેરાવતાં તેમની તરફ દોડ્યાં હતા ઘેરાબંધી દરમિયાન જ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિને તેમની કારમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને કાનમાં થયેલી ઈજા માટે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પેન્સિલવેનિયાના બટલરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી.
કોણ છે હુમલાખોર
હુમલાખોરની ઓળખ પેન્સિલવેનિયાના બેથેલ પાર્કના ૨૦ વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. બેથેલ પાર્ક બટલરની દક્ષિણે લગભગ ૪૦ માઈલ દૂર સ્થિત છે. ઘટનાસ્થળેથી એક AR-૧૫ સેમી-ઓટોમેટિક રાઈફલ મળી આવી છે. સંભવતઃ આ હથિયારથી યુવકે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રેલી પર ફાયરિંગ કર્યું હતું. યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને માથામાં ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.