એપ્પલ સિનેમન હર્બલ ટી પીવાથી બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે અને ઘણી સ્વાસ્થ્ય બીમારીથી બચી શકાય છે.

ભારતમાં મોટાભાગના લોકોને સવારમાં ચા પીવાની આદત છે. સામાન્ય રીતે દૂધવાળી ચા સૌથી વધુ પીવાય છે. જો કે સવારે દૂધની ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત આ સિઝનમાં કોફી પીવાથી શરીર ડિહાઇડ્રેટ થઇ શકે છે. આવી સ્થિતિમાં, તમે આ હર્બલ ચા પી શકો છો જે તમારી પાચનશક્તિ ઝડપી બનાવવાની સાથે ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. ખાસ વાત એ છે કે તેમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ પાચન માટે જરૂરી સ્ત્રાવ વધારવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી વેટ લોસમાં પણ મદદ મળે છે. તો આવો જાણીએ આ સ્પેશિયલ ચા બનાવવાની રીતે અને તે પીવાથી થતા ફાયદાઓ
એપ્પલ સિનેમન હર્બલ ટી રેસીપીની સામગ્રી
- સફરજન
- તજ
- પાણી
- લીંબુનો રસ
- મધ
એપ્પલ સિનેમન હર્બલ ટી રેસીપી
એપલ સિનેમન હર્બલ ટી બનાવવા માટે સૌથી પહેલા સફરજનને કાપો અને ખાતરી કરો કે તેમાં કોઈ દાંડી અથવા બીજ ન હોયઆ પછી તેને ક્રશ કરી લો અને તેને પાણીમાં બરાબર ઉકાલી લોઆ દરમિયાન પાણીમાં 1 થી 2 તજનો પાઉડર નાખોહવે આ બોઇલ પાણીને ચારણી વડે ગાળી લોઆ હર્બલ ટીનો ટેસ્ટ વધારવા માટે તેમા થોડોક લીંબુનો રસ અને મધ ઉમેરોહવે તમારા મનપસંદ સ્નેક સાથે એપલ સિનેમન હર્બલ ટીની મજા માણો
એપ્પલ સિનેમન હર્બલ ટી પીવાના ફાયદા
વેટ લોસ કરવામાં મદદરૂપ
આ ચા વેટ લોસ કરવામાં ઝડપી અસર કરે છે. હકીકતમાં આ ચા ફેટ કટરની જેમ કામ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ કારણે ફેટ મેટાબોલિઝમ ઝડપી બને છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પેટની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ છે અને સુગર ચયાપચયને પણ વેગ આપે છે. તો જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ ચા તમારા ડાયટમાં જરૂર સામેલ કરો.
લોહી શુદ્ધિ કરે છે
આ ચા પીવાથી તમારા લોહીને સાફ કરવામાં મદદ મળી શકે છે. આ ચાની ખાસ વાત એ છે કે તે સ્ક્રબરની જેમ કામ કરે છે અને લોહીને સાફ કરે છે. તે લોહી માંથી અશુદ્ધિઓ દૂર કરે છે અને સ્કીનનો કલર સાફ કરવામાં મદદ કરી શકે છે.