એપ્રિલિ મહિનામાં 6 ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેનાથી 6 રાશિના જાતકોને લાભ મળવાનો છે.

- એપ્રિલમાં બુધ, સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર તેમજ પ્લૂટો કરશે રાશિ પરિવર્તન
- વૃષભ, મિથન, તુલા, ધન, કુંભ અને મીન રાશિના જાતકોને થશે લાભ
- એપ્રિલ મહિનામાં આ 6 રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને આર્થિક લાભ પણ થશે
એપ્રિલ મહિનો જ્યોતિષ પ્રમાણે એકદમ ખાસ માનવામાં આવે છે. આ મહિનાની શરુઆત બુધના રાશિ પરિવર્તન સાથે થઈ રહી છે. ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળ બંને 13 એપ્રિલે રાશિ પરિવર્તન કરશે. સૂર્ય મેષમાં તો મંગળ મિથુન રાશિમાં આવશે. એપ્રિલમાં સૌથી મોટા ગ્રહનું પરિવર્તન ગુરુનું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય શુક્ર પણ રાશિ બદલીને એપ્રિલમાં મેષ રાશિમાં જશે. પ્લૂટો પણ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વક્રી થશે. ગ્રહોના ફેરફારથી એપ્રિલ મહિનામાં 6 રાશિના જાતકો ભાગ્યશાળી રહેશે.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે એપ્રિલ મહિનામાં થનારા ગ્રહોનો ફેરફાર શુભ પરિણામ આપવાનો છે. જ્યોતિષ પ્રમાણે આ પ્રકારના ફેરફારથી જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીઓ આવશે સાથે જ ધનમાં પણ વૃદ્ધિ થશે. નોકરી અને વેપારની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે. જો તમે નોકરીમાં ફેરફાર અંગે વિચારી રહ્યા છો તો આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. આ સમયે યાત્રા કરશો તો તેમા પણ સફળતા મળશે. તે યાત્રા બિઝનેસ સાથે જોડાયેલી હોય કે પછી પરિવારની સાથે ફરવા જવાનું હોય, બંને તમને શુભ પરિણામ આપશે.
મિથુન
બુધની રાશિ મિથુનના લોકોને ગ્રહોની સ્થિતિમાં થનારા ફેરફારથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. 6 એપ્રિલે ગુરુ ભાગ્ય ભાવમાં આવવાથી ભાગ્યનો સાથ મળવાનો પ્રારંભ થઈ જશે. ઘરમાં માંગલિક કામ થશે. પરિવારમાં જો કોઈના લગ્નની વાત ચાલી રહી છે તો તે આ સમયે નક્કી થઈ શકે છે. ઘરમાં ખુશીનું આગમન થશે. ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને સાથે જ કાર્યક્ષેત્રમાં પણ પદ પ્રતિષ્ઠાનો લાભ થશે. જો તમે વેપાર કરો છો તો નફો દોઢ ગણો વધશે અને રોકાણથી પણ લાભ થશે. તો નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
તુલા
તુલા રાશિ માટે આ ફેરફાર શુભ પરિણામ આપવાનો સાબિત થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ બદલ્યા પછી તમને પહેલા કરવામાં આવેલા પ્રયાસોનું શુભ ફળ મળવાનું શરૂ થઈ જશે. આ સમયે તમારું માન-સન્માન વધશે. પરિવારમાં તમારી જવાબદારી વધી શકે છે. તમને સગા-સંબંધીઓ તરફથી દરેક પ્રકારનો સહયોગ મળશે. અટકેલા કામ પૂરા થશે. ધન ખર્ચ થશે પરંતુ શુભ વ્યયથી ખુશી થશે.
ધન
ધન રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિમાં થનારા ફેરફારથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. ધન રાશિના લોકોને ધન વૃદ્ધિનો લાભ થશે. આ મહિનામાં તમારા પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. આ સમયે તમારી કોઈ નવી યોજના શરૂ થઈ શકે છે. તમારા બગડેલા કામ સુધરી જશે. કોઈ પણ અડચણ વગર તમારું કામ પૂરુ થશે. ધન રાશિના લોકોને ગ્રહોના શુભ પ્રભાવથી દાંપત્ય સુખની પ્રાપ્તિ થઈ શકે છે તો સંતાન તરફથી પણ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
કુંભ
ગ્રહોની સ્થિતમાં થનારા ફેરફાર શનિની રાશિ કુંભના લોકો માટે ખાસ ભેટ લઈને આવશે. ગ્રહોમાં થનારા ફેરફાર તમને લાભ તરફ લઈ જશે. આ સમયે તમને અચાનકથી વેપારમાં લાભ મળવાનો શરૂ થઈ જશે. નવા કામની યોજના અને તેનો અમલ કરવામાં સફળ થશે. કોઈ નવા કામધંધામાં ભાગ્ય અજમાવવાથી લાભ થઈ શકે છે. રોકાણમાં પણ ફાયદો થવાની આશા છે તેથી કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો.
મીન
ગ્રહોના રાજા સૂર્યની રાશિ મીનના જાતકો એપ્રિલમાં માલામાલ થઈ જશે. ગ્રહોમાં ફેરફારથી તમારું નસીબ જાહશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. આત્મબળ અને સાહસથી તમારા કામમાં પ્રગતિ થશે. આ સાથે જ તમારા અધિકાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ થશે અને તમારા પ્રભાવ તેમજ પ્રતાપમાં પણ લાભ થશે. પરિવાર અને કાર્યક્ષેત્રમાં તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે અને તમને દરેક પ્રકારનો સહયોગ મળશે. બિઝનેસમાં લાભ થશે અને અટવાયેલું ધન પાછુ મળશે. આ સમયે રોકાણથી લાભ થશે.