ક્લિનિકલ એક્સપર્ટ કહે છે કે શું સ્મેલ ન આવવાની ખામી ખરેખર હૃદયની સમસ્યાઓને કારણે થાય છે અને તે ટાળવા માટે શું કરી શકાય ?

કોવિડ-૧૯ પેંડેમીકને ૪ વર્ષ જેવું થઇ ગયું છે. પરંતુ કોવિદ થવા દરમિયાન ઘણા લોકોને મહિનાઓ સુધી સ્વાદ અને ગંધ આવવાનું બંધ થઇ ગયું ત્યારબાદ થોડા દિવસ બાદ બધું નોર્મલ થઇ ગયું હતું. પરંતુ ઘણા લોકોને ફૂડના સ્વાદ અને સુગંધ હજુ આવતા નથી.
અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ‘ઘ્રાણેન્દ્રિયની ક્ષતિ, વૃદ્ધ વયસ્કોમાં સામાન્ય સ્વાદ અને સ્મેલ ન આવવાની ખામીએ હાર્ટ ફેલ્યોરની સંભાવના દર્શાવે છે.’ હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

ક્લિનિકલ એક્સપર્ટ કહે છે કે શું સ્મેલ ન આવવાની ખામીએ ખરેખર હૃદયની સમસ્યાઓ સૂચવે છે અને તે ટાળવા માટે શું કરી શકાય?હેલ્થ એક્સર્ટ અનુસાર અત્યંત નબળા હૃદય ધરાવતી વ્યક્તિઓમાં શરીરના તમામ ભાગોમાં લોહીનો પુરવઠો ઓછો થઈ જાય છે અને ઘ્રાણેન્દ્રિયને લગતું ચેતા પ્રદેશમાં પણ લોહીનો પુરવઠો ઓછો થઈ જાય છે, જે એકમાત્ર સેન્સરી ચેતા છે જે ગંધની સેન્સ પહોંચાડે છે. આનાથી સ્મેલની સેન્સ ઓછી થઈ શકે છે.
ગંધ ન આવવાની સમસ્યામાં અન્ય કારણોમાં નાકની સમસ્યાઓ, ઘ્રાણેન્દ્રિયને અસર કરતી મગજની સ્થિતિ અથવા COVID-૧૯નો સમાવેશ થાય છે. તે હૃદયના કાર્ય સાથે સંબંધિત નથી.
સ્મેલ ન આવવાની સમસ્યા
‘યુપીએસઆઈટી (યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્મેલ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ) અથવા સ્નિફિન સ્ટિક ટેસ્ટ જેવા પ્રમાણભૂત ટેસ્ટ હાઈપોસ્મિયા અથવા ગંધની ઓછી સેન્સને માપી શકે છે. આ મૂલ્યાંકન વ્યક્તિની વિવિધ ગંધને ઓળખવા, પસંદ કરવા અથવા અલગ પાડવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. જો કોઈ વ્યક્તિ આ ટેસ્ટમાં સરેરાશથી ઓછો સ્કોર કરે છે, તો તેનો અર્થ એ છે કે તેને ગંધની સમસ્યા છે.’
એક્સપર્ટના મટે ઓછી સ્મેલ આવવાની સમસ્યા ધરાવતા લોકોમાં વૃદ્ધોનો સમાવેશ થાય છે, જેઓ ન્યુરોડીજનરેટિવ રોગો (જેમ કે અલ્ઝાઈમર અને પાર્કિન્સન), ક્રોનિક સાઇનસ સમસ્યાઓ અથવા નાકમાં અવરોધ ધરાવતા લોકો અને અમુક આનુવંશિક પરિસ્થિતિઓ ધરાવતા લોકોમાં જોવા મળે છે.
ખરાબ લાઇફસ્ટાઇલમાં જેમ કે ધૂમ્રપાન, પર્યાવરણીય ઝેરના સંપર્કમાં અને નબળું કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પણ ઘ્રાણેન્દ્રિયને લગતી તકલીફમાં ફાળો આપી શકે છે.
ગંધ ન આવવાની સમસ્યાનો કોઈ ઉપાય છે?
એક્સપર્ટ અનુસાર અમુક સંજોગોમાં દુર્ગંધની સેન્સમાં સુધારો કરવો શક્ય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓળખવી, સાઇનસ ચેપની સારવાર કરવી, દાખલા તરીકે, ઝેરી પદાર્થો સાથેના સંપર્કને ઓછો કરવો અથવા હૃદયના સ્વાસ્થ્યને સુધારવા ઉપાય કરવા જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.