નિર્મલા સીતારામન બજેટ ૨૦૨૪ સંસદમાં રજૂ કરવાના છે. મોદી સરકાર ૩.૦ ના પ્રથમ બજેટથી સામાન્ય વર્ગથી લઇ વેપારીઓ અને ઉદ્યોગજગતને ઘણી આશા અપેક્ષા છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ૨૩ જુલાઇના રોજ બજેટ ૨૦૨૪ સંસદમાં રજૂ કરશે. બજેટ ૨૦૨૪-૨૫ મોદી સરકાર ૩.૦ નું પ્રથમ પૂર્ણ બજેટ છે. બજેટ ૨૦૨૪ માટે પગારદાર અને નોકરિયાત કરદાતા જેવા સામાન્ય વર્ગના લોકો થી લઇ વેપારીઓ અને ઉદ્યોગ જગતને બહુ આશા અપેક્ષા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પટારામાંથી શું ખોલશે? સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત મળશે કે કેમ? લોકો મોંઘવારી અને આર્થિક મંદી સહિત વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારમાં બજેટ તરફથી મોટી રાહત મળવાની આશા રાખે છે.
ઈન્કમ ટેક્સ અને જીએસટીમાં રાહતની અપેક્ષા
પગારદાર કરદાતા ઈન્કમ ટેક્સ અને વેપારીઓ જીએસટીમાં રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. દેશમાં હાલ જુની અને નવી એમ કુલ બે કર પ્રણાલી અમલમાં છે. જુની કર પ્રણાલી હેઠળ ૩ લાખ અને નવી કર પ્રણાલીમાં ૭.૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કર મુક્ત છે. કરદાતા જુની કર પ્રણાલીના ડિડક્શન અને એક્ઝમ્પશનના ફાયદા નવી કર પ્રણાલીમાં મળે તેવી અપેક્ષા રાખે છે. તેવી જ રીતે સામાન્ય લોકો જીએસટી રેટ ઘટવાની તેમજ વેપારીઓ અને ઉદ્યોગજગત જીએસટી રિટર્નમાં સરળતા મળે તેવી અપેક્ષા રાખે છે.
રાંધણ ગેસ સબસિડી શરૂ કરવા અને પેટ્રોલ – ડીઝલ શરૂ કરવા માંગ
કોરોના વખત થી રાંધણગેસ સબસિડી બંધ કરવામાં આવી છે. મોંઘવારી અને મંદીથી પીડિત ગરીબ અને મધ્યમ વર્ગ રાંધણગેસ સબસિડી ફરી કરવાની માંગણી કરી રહ્યું છે. તેવી જ રીતે પેટ્રોલ ડીઝલ ઘણા મોંઘા થયા છે. જો પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઘટે તો લોકોને મોટી રાહત મળી શકે છે.