બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતા, કૃષિ ક્ષેત્ર, રોજગાર, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. અમે તમને જણાવી રહ્યા છીએ કે સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૪ માં શું ખાસ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે (૨૩ જુલાઈ ૨૦૨૪) લોકસભામાં સામાન્ય બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કર્યું હતું. આ બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતા, કૃષિ ક્ષેત્ર, રોજગાર, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે આ બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર છે, ત્યારે ભારતીય અર્થતંત્ર સ્થિર છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં શું ખાસ છે.

સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં શું ખાસ છે.
- નવા ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા ૫૦,000 રૂપયાથી વધારીને ૭૫,000 રૂપિયા કરવામાં આવી છે.
- પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાત ૧૫,000 રૂપિયાથી વધારીને ૨૫,000 રૂપિયા કરવામાં આવી છે.
- નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફારઃ રૂપિયા ૩-૭ લાખની આવક પર ૫ %, ૭-૧૦ લાખ માટે ૧૦ %, ૧૦-૧૨ લાખ માટે ૧૫ %.
- નવા ટેક્સ રિજીમમાં પગારદાર કર્મચારીઓ ઇન્કમટેક્સમાં ૧૭,૫૦૦ રૂપિયા સુધીની બચત કરી શકશે.
- કેન્સરની ત્રણ દવાઓ – ટ્રેસ્ટુજુમૈબડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડુર્વાલુમાબને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી.
- મોબાઈલ ફોન, મોબાઈલ સર્કિટ બોર્ડ એસેમ્બલી અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૧૫ % કરી દેવામાં આવી છે.
- બાળકો માટે NPS વાત્સલ્ય યોજના શરૂ, માતા-પિતા પૈસા જમા કરાવી શકશે. ૧૮ વર્ષ થવા પર તેને નિયમિત NPS એકાઉન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- બિહારમાં હાઈવે માટે ૨૬ હજાર કરોડ રૂપિયાનું બજેટ.
- સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૬ % અને પ્લેટિનમ પર ૬.૪ % કરવામાં આવી છે.
- સિક્યોરિટીઝમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ડીલ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારીને અનુક્રમે 0.02 ટકા અને ૦.૧ % કરવામાં આવ્યો હતો.
- શેરના બાયબેકથી થતી આવક પર ટેક્સ લાગશે.
- સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તમામ કેટેગરીના રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો
- વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ રેટ ૪૦ થી ઘટાડીને ૩૫ % કરવાનો પ્રસ્તાવ.
- અપીલમાં પડતર આવકવેરાના વિવાદોના ઉકેલ માટે ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના ૨૦૨૪માં લાવવામાં આવશે.
- કેટલીક નાણાકીય અસ્કયામતો પર ટૂંકા ગાળાના લાભો પર ૨૦ % ટેક્સ.
- તમામ નાણાકીય અને બિન-નાણાકીય સંપત્તિઓ પર લાંબા ગાળાના લાભ પર ૧૨.૫ % કર.
- લિસ્ટેડ શેર્સમાંથી રૂપિયા ૧.૨૫ લાખ સુધીના લાંબા ગાળાના મૂડી લાભને કર મુક્તિ આપવામાં આવી હતી.
- ઈ-કોમર્સ કંપનીઓ પર ટીડીએસ રેટ ૧ થી ઘટાડીને ૦.૧ % કરવામાં આવ્યો છે.
- રિટર્ન ભરવાની નિયત તારીખ સુધી ટીડીએસની ચુકવણીમાં વિલંબને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
- આવકવેરા આકારણી ત્રણથી પાંચ વર્ષ સુધી ફરીથી ખોલી શકાય છે. જોકે આ ત્યારે જ થશે જ્યારે બાકી બચેલી આવક રૂ. ૫૦ લાખ કે તેથી વધુ હશે.
- સરકાર આવકવેરા કાયદા, ૧૯૬૧ની વ્યાપક સમીક્ષા છ મહિનામાં પૂર્ણ કરશે.
- GSTને સરળ અને આસાન બનાવવામાં આવશે જેથી કરીને તેને અન્ય વિસ્તારોમાં પણ લંબાવી શકાય.
- નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકોષીય ખાધ જીડીપીના ૪.૯ % રહેવાનો અંદાજ છે, જે આવતા વર્ષે ૪.૫ %થી ઓછી રહેવાની ધારણા છે.
- બજેટમાં વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવા માટે ઉત્પાદન અને સેવાઓ અને આગામી પેઢીના સુધારાઓ સહિત નવ અગ્રતા ક્ષેત્રોની રૂપરેખા આપવામાં આવી છે.
- બજેટમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME, મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે ૧.૫૨ લાખ કરોડની ફાળવણી.
- બિહારમાં અમુક સિંચાઈ અને પૂર નિવારણ યોજનાઓ માટે રૂ. ૧૧,૫00 કરોડની નાણાકીય સહાય. નેપાળ સાથે મળીને કામ થશે.
- બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્ર પ્રદેશને ૧૫,000 કરોડ રૂપિયાની વિશેષ નાણાકીય સહાય