શ્રાવણ પહેલા જ જુગાર ધમધમ્યો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૨૨ પતા પ્રેમીઓ પકડાયા.

Poker Gif Png, Transparent Png , Transparent Png Image - PNGitem

શ્રાવણ માસ પૂર્વે જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના પટ મંડાયા છે. જેના પર પોલીસે ઘોસ બોલાવી છે. અને ચાર મહિલા સહિત ૨૨ જુગારીઓ પકડી રોકડ રૂ.૫૩ હજાર કબ્જે કરી છે.

Seven gamblers were caught with 10,000 cash from Mallivas of Kadi | Sandesh

પ્રથમ દરોડામાં રાજકોટ રૂરલ એલ.સી.બીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચાંપરાજપુર ગામમાં પત્તા ટિંચતા મનોજ લાલા, સોહન આહીરવાલ,દીનાનાથ નીપાદ,  જયદીપ મકવાણા, અજયબાલુ જાટવ, સોનુ જાટવ, ધનંજય મંડલ, નંદકુમાર શંકરતાતે, મુકેશ કુસવાને દબોચી લીધા હતા. અને રોકડ રૂ.૨૮, ૨૫૦ કબ્જે કર્યા હતા. બીજો દરોડો ભાયાવદર પોલીસે ખારચિયા ગામના બસસ્ટેન્ડ પાસે ખુલ્લા પટમાં પાડી જુગાર રમતાં દીનેશ મહીડા, મયુર મહીડા,  કેશવ કટારીયા, જેન્તી કટારીયા, નરેશ વારગીયાને પકડ્યા હતા. ત્રીજો દરોડો જામકંડોરણા પોલીસે અડવાળ ગામમાં પાડી જુગાર રમતાં છત્રપાલસિહ જાડેજા, નવીનચંદ્ર ગોવાણીને પકડી પાડયા હતા. જ્યારે ભુપતસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મનોજ કોળી, દાનભાઈ રબારી, રાજેન્દ્ર વેલજીભાઇ વિરાણી નાસી ગયા હતા. પોલીસે રોકડ રૂ.૧૭૨૮૦ કબ્જે કર્યા હતા.વધું એક વિરપુર ગામમાં પાડવામાં આવ્યો હતો. અને જુગાર રમતા શારદાબેન વાલજીભાઇ ગોહેલ,સાધનાબેન ચાવડા, રેખાબેન  ગૌસ્વામી,  સરોજબેન ચાવડા, રવિગીરી ગૌસ્વામી અને ભુપત અમરાભાઇ ચાવડા ને પકડી પાડી રોકડ રૂ.૩૨૧૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.આમ ચાર સ્થળે દરોડા પાડી ૨૨ પતા પ્રેમીઓને પકડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *