કોરોના બાદ ગુજરાતના ઈતિહાસમાં આ વાયરસે લીધો ભરડો

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે.

Gujarat Chandipura Virus Symptoms Explained | Chandipura Virus Kya Hai |  सेहतनामा- गुजरात में फैल रहा घातक चांदीपुरा वायरस: बच्चों को बनाता शिकार,  मच्छर और मक्खी से फैलता ...

 ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલા આ વાયરસે આખા ગુજરાતને પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી ૪૩ ના મોત થયા છે તો ૫૪ થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં થયો ચાંદીપુરાનો ફેલાવો? ક્યાં કેવી છે તેની ઘાતક અસર? જુઓ આ અહેવાલમાં.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, પાંચ બાળકોના મોત - મુંબઈ સમાચાર

કોરોના પછી ચાંદીપુર વાયરસે મચાવ્યો હાહાકાર ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વાયરસે લીધો ભરડો ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે આવ્યો ઉછાળો સાબરકાંઠાથી શરૂ થયેલો વાયરસ ગુજરાતમાં ફેલાયો ગામડા પછી હવે શહેરોમાં પણ દેખાયો ચાંદીપુરા અત્યાર સુધી ૪૩ બાળકનો ચાંદીપુરાએ લીધો જીવ

ગુજરાતના એક પછી એક 16 જિલ્લામાં ફેલાયો 'ચાંદીપુરા વાયરસ', વધુ 3 બાળકોએ  ગુમાવ્યાં જીવ | Chandipura virus spread in 16 districts of Gujarat 3 more  children lost their lives - Gujarat Samachar

 

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. દિવસેને દિવસે આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલા તો માત્ર ગ્રામિણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશી ચુક્યો છે. રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં વાયરસથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં ૧૧૮ લોકો આવ્યા છે. જેમાંથી ૪૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Free 3D animated insect gifs | transparent backgrounds

  • ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં હાહાકાર 
  • અત્યાર સુધી ચાંદીપુરાથી ગુજરાતમાં 43ના મોત 
  • ગામડા બાદ હવે શહેરોમાં પણ ફેલાયો ચાંદીપુરા
  • સાબરકાંઠાથી શરૂઆત, હવે આખા ગુજરાતમાં ભરડો 
  • સૌથી વધુ પંચમહાલમાં ૫ ના મોત, અમદાવાદમાં ૪ ના મોત 
  • રાજ્યના તમામ મહાનગર વાયરસના ભરડામાં આવ્યા 

With less people outside, will the mosquito population take a hit? How bad  will it be for them? - Quora

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી શરૂ થયેલો આ વાયરસ હવે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયો છે. અનેક પરિવારને આ વાયરસે ઉઝાડ્યા છે. વાયરસની કયા જિલ્લામાં કેટલી અસર થઈ છે તેની વાત કરીએ તોસાબરકાંઠામાં ૧૦ શંકાસ્પદ કેસ જોવા મળ્યા, જેમાંથી ૨ ના મોત થયા, અરવલ્લીમાં ૬ શંકાસ્પદ કેસ જોવા મળ્યા અને ૩ ના મોત થયા, મહીસાગરમાં ૨ કેસ જોવા મળ્યા અને ૨ ના મોત થયા, ખેડામાં ૬ કેસ અને એકનું મોત, મહેસાણામાં ૭ કેસ અને ૨ ના મોત, રાજકોટમાં ૫ કેસ અને ૩ ના મોત, સુરેન્દ્રનગરમાં ૪ કેસ અને એકનું મોત, અમદાવાદમાં ૧૧ કેસ અને ૪ લોકોના મોત, ગાંધીનગરમાં ૬ કેસ અને ૨ ના મોત, પંચમહાલમાં ૧૫ કેસ અને ૫ ના મોત, જામનગરમાં ૬ કેસ અને ૨ ના મોત, મોરબીમાં ૫ કેસ અને ૩ ના મોત, દાહોદમાં ૨ કેસ અને ૨ ના મોત, વડોદરામાં ૬ કેસ અને એકનું મોત, બનાસકાંઠામાં ૫ કેસ અને ૩ ના મોત, સુરતમાં બે કેસ અને બેના મોત…આમ રાજ્યમાં કુલ ૧૧૮ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે અને અત્યાર સુધી ૪૩ લોકો મોતને ભેટ્યા છે.

બનાસકાંઠામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, હાલ અમદાવાદ હોસ્પિટલમાં  સારવાર હેઠળ - Chandipura virus in banaskantha

ચાંદીપુરાના ક્યાં કેટલા કેસ? 

જિલ્લો        શંકાસ્પદ કેસ            મોત 

સાબરકાંઠા        ૧૦                     ૨
અરવલ્લી            ૬                     ૩
મહીસાગર          ૨                     ૨
ખેડા                  ૬                     ૧    
મહેસાણા           ૭                     ૨
રાજકોટ             ૫                     ૩
સુરેન્દ્રનગર         ૪                     ૧
અમદાવાદ        ૧૧                    ૪
ગાંધીનગર          ૬                     ૨
પંચમહાલ         ૧૫                     ૫
જામનગર           ૬                     ૨
મોરબી               ૫                    ૩
દાહોદ               ૨                     ૨
વડોદરા             ૬                     ૧
બનાસકાંઠા       ૫                     ૩
સુરત                 ૨                    ૨

કુલ                 ૧૧૮                 ૪૩

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ ૨૭ જૂન ૨૦૨૪ના દિવસે નોંધાયો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના ૪ વર્ષીય બાળકનું પહેલું મોત આ વાયરસથી થયું હતું. ત્યારબાદ ૫ જુલાઈ ૨૦૨૪ના દિવસે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની ૬ વર્ષીય બાળકીનું આ વાઇરસના કારણે મોત થયું. ૯ જુલાઈ ૨૦૨૪ના દિવસે સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના ૫ વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના ૨ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, ૧૭ દિવસમાં ચારનાં મોત થતા લોકોમાં ચાંદીપુરા વાઇરસનો ખોફ દિવસે ને દિવસે વધતો ગયો હતો. જે આંકડો હવે ૨ મહિનામાં વધીને ૧૧૮ને પાર પહોંચી ગયો છે.

સરકારે પણ ચાંદીપુરા વાયરસની ગંભીરતા સમજી છે. સરકારના આરોગ્ય વિભાગે અત્યાર સુધી ૪ લાખ ૬૮ હજાર ૫૮૧ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરી છે તો ૧ લાખ ૫ હજાર ૭૭૫ ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરી છે., ૧૭ હજાર ૧૧૨ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને એક હજાર શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે, જ્યારે ૧૮ હજાર ૩૧૩ આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને ૮૧૪ આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઈ છે. 

Chandipura Virus : ગુજરાતમાં 'ચાંદીપુરા વાયરસ' તબાહી મચાવી રહ્યો છે ,પાંચ  દિવસમાં 6 બાળકોના મોત, 12 પોઝિટિવ

સરકારે શું કરી કામગીરી?

  • ૪,૬૮,૫૮૧ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ
  • ૧,૦૫,૭૭૫ ઘરોમાં સ્પ્રેઇંગ
  • ૧૭ હજાર ૧૧૨ શાળામાં મેલેથિયોનથી ડસ્ટિંગ, ૧ હજાર શાળામાં સ્પ્રેઇંગ
  • ૧૮ હજાર ૩૧૩ આંગણવાડીમાં મેલેથિયોનથી ડસ્ટિંગ, ૮૧૪ મા સ્પ્રેઇંગ

Mosquito GIFs - Get the best gif on GIFER

આમ તો ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. આ વાયરસનો સૌથી પહેલો કેસ ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં મળી આવ્યો હતો. આ વાયરસથી ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત છે. આ એક RNA વાયરસ છે જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. મચ્છરો અને માખી કરડવાથી આ વાયરસનો ફેલાવો થાય છે. આ વાયરસ ૯ મહિનાથી ૧૪ વર્ષના બાળકોને સૌથી વધારે શિકાર બનાવે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે માખી અને મચ્છરોથી દૂર રહીએ અને ડૉક્ટરની ત્વરીત સલાહ લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *