ઉત્તરાખંડના ટિહરીમાં આભ ફાટ્યું

ઉત્તરાખંડ ની બાલગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ૨ નાં મોત, અનેક મકાન ધ્વસ્ત.

Cloudburst in Uttarakhand Tehri

 

ઉત્તરાખંડના ટિહરીમાં બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતા ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. ગેંવાલી, તોલી, જખાણા, વિસન, તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. 

uttarakhand landslide: Uttarakhand's Rudraprayag, Tehri top landslide  index: ISRO report - The Economic Times

આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ વહી ગયા હતા જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે. બુઢાકેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતાં એક મા-દીકરી જીવતી દટાઈ ગઇ હતી. સમગ્ર ખીણ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઇ હતી. 

Himachal Rains Highlights: Around 55 people killed, death toll might go up,  says CM Sukhu; Fresh cracks appear in Joshimath as heavy rains lash  Uttarakhand | Weather News - The Indian Express

સ્થિતિ એવી ભયાનક થઈ ગઈ છે કે તંત્રની ટીમ રેસ્ક્યૂ કે સહાય પહોંચાડવા માટે ત્યાં સુધી પહોંચી શકી નથી. આભ ફાટવાની ઘટનાને કારણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. વિસ્તારના અનેક ભાગોમાં પીવાના પાણી તથા વીજળીનો સપ્લાય પણ ખોરવાઈ ગયો છે. તંત્રએ નુકસાનનું આકલન કરવાની શરૂઆત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *