કુપવાડામાં વહેલી સવારે ફરી આતંકીઓની નાપાક હરકત

એન્કાઉન્ટરમાં ૩ જવાન ઘાયલ, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

clashes-again-in-kashmirs-kupwara-one-terrorist-killed-soldier-injured | കുപ്‌വാരയില്‍ വീണ്ടും ഏറ്റുമുട്ടല്‍; ഒരു ഭീകരന്‍ കൊല്ലപ്പെട്ടു | Mangalam

જમ્મુ-કાશ્મીરથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે ફરી એકવાર આતંકીઓની નાપાક હરકત સામે આવી છે. કુપવાડામાં ફરી એકવાર આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ એન્કાઉન્ટર કુમકારી વિસ્તારમાં શરૂ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ આ અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.

Kupwara news Jammu and Kashmir Encounter Between Security Forces Terrorists

કુપવાડામાં આજે વહેલી સવારે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ છે. આ તરફ સેનાએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.નોંધનિય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી લગભગ દરરોજ જમ્મુ-કાશ્મીરના કોઈને કોઈ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સેનાએ LOC પર ઘૂસણખોરીના ઘણા પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે.

Representative image in Terrorist Attack in Jammu and Kashmir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *