પીએમ મોદી આજે યશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાય ના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.

ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર માં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે. ત્યારબાદ તે ગોપાલગંજ જિલ્લાના તુંગીપારામાં સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાન ની સમાધિ પર જશે. પ્રધાનમંત્રીને બે દિવસીય યાત્રાનો પહેલો દિવસ વ્યસ્ત રહ્યો હતો.
આજે પીએમ મોદીના બાંગ્લાદેશમાં બીજો અને અંતિમ દિવસ છે. પહેલો દિવસ કૂટનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતો આજનો દિવસ રાજકિય સંદેશ ભરેલો રહ્યો છે.
જોકે પીએમ મોદી સૌથી પહેલાં યશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કર્યા બાદ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે કોરોના વાયરસના ખતરામાંથી બહાર નિકળવા માટે પ્રાર્થના કરી. પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશના શ્રદ્ધાળુ આવે છે. મંદિર પરિસરમાં કોમ્યુનિટી હોલની જરૂર છે. ભારત તેના નિર્માણની જવાબદારી ભજવશે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મા કાલી માટે અહીં મેળો ભરાય છે તો બંને દેશોના ભક્તો અહીં આવે છે. એક સામુદાયિક હોલની જરૂર છે. જે બહુઉદેશ્યીય હોવો જોઇએ જેથી જ્યારે લોકો કાલી પૂજા દરમિયાન અહી આવે, તો તેમના માટે ઉપયોગી થાય. આ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે પણ ઉપયોગી થવું જોઇએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે, આ ચક્રવાત જેવી કુદરતી આપત્તિ વખતે તમામ માટે એક આશ્રયના રૂપમાં કાર્ય કરવું જોઇએ. ભારત સરકાર તેનું નિર્માણ કરશે. હું બાંગ્લાદેશની સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે તેના માટે અમને શુભેચ્છાઓ આપી છે.