ઉપવાસ કરનારાઓ માટે, યોગ્ય પોષણની ખાતરી સાથે વ્રત કરવા યોગ્ય કુકીંગ ઓઇલની પસંદગી કરવી મહત્વપૂર્ણ બની જાય છે. વ્રત દરમિયા વિશિષ્ટ તેલની ભલામણ કરવામાં આવે છે. અહીં જાણો વ્રત દરમિયાન ક્યુ તેલ વાપરવું ?
ઉપવાસ હિન્દુ ધર્મ અને પરંપરાઓમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે, જે આધ્યાત્મિકતા અને ભક્તિનો ભાગ છે. વ્રતના આ સમય દરમિયાન ભક્તો ઘણીવાર ચોક્કસ ડાયટ ગાઇડલાઇન્સનું પાલન કરે છે, જેમાં ફૂડથી લઈને તેને બનાવામાં વપરાતા તેલના પ્રકારો સુધી વિસ્તરે છે.ઉપવાસ કરનારાઓ માટે, યોગ્ય પોષણની ખાતરી સાથે વ્રત કરવા યોગ્ય કુકીંગ ઓઇલની પસંદગી કરવી મહત્વપૂર્ણ બની જાય છે.
વ્રત દરમિયાન રસોઈ માટે તેલની પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું?
ડાયટિશયનના જણાવ્યા અનુસાર, વ્રત દરમિયાન રસોઈ માટે તેલ પસંદ કરતી વખતે તેની શુદ્ધતા અને મૂળને પ્રાધાન્ય આપો, શેફ કુકીંગ માટે તેલના ધુમાડાના પોઇન્ટને ધ્યાનમાં લો, ખાસ કરીને ઉચ્ચ-તાપમાન મેથડ માટે.” સામાન્ય રીતે, મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબીવાળા તેલ હેલ્ધી ઓપ્શન છે, સ્વાદ અને પોષક તત્ત્વોની પસંદગીના આધારે શુદ્ધ અને અશુદ્ધ તેલને સંતુલિત કરો.
વ્રત દરમિયા વિશિષ્ટ તેલની ભલામણ કરવામાં આવે છે. વ્રત દરમિયાન તેલની પસંદગી ઘણીવાર સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાદેશિક પરિબળો પર આધારિત હોય છે. મગફળીનું તેલ તેના તટસ્થ સ્વાદ અને વ્યાપક ઉપલબ્ધતાને કારણે બારમાસી પ્રિય છે. તે ખોરાકના સ્વાદને વધુ પ્રભાવિત કર્યા વિના આવશ્યક ફેટી એસિડ પ્રદાન કરે છે.’
સામાન્ય પસંદગીઓમાં સીંગ તેલ, ઘી અને સરસવના તેલનો સમાવેશ થાય છે. પરંતુ તેની યોગ્યતા ચોક્કસ વ્રત ગાઇડલાઇન્સ પર આધારિત છે. હંમેશા તેલનો ઉપયોગ ઓછો કરો અને આહારની જરૂરિયાતોનું પાલન કરવા માટે લેબલ તપાસો.
ઘી, માખણ, ઘણા હિન્દુ ઘરોમાં મુખ્ય છે. હિન્દુ ધર્મમાં, ગાયને માતા તરીકે ગણવામાં આવે છે, જે માતૃત્વ અને પોષણનું પ્રતીક છે. ગાયના દૂધમાંથી ઘી બનતું હોવાથી તેને પવિત્ર પદાર્થ તરીકે જોવામાં આવે છે. ઘી આવશ્યક ફેટી એસિડ્સ અને ચરબી-દ્રાવ્ય વિટામિન્સથી સમૃદ્ધ છે, જેથી તેને પૌષ્ટિક ખોરાક તરીકે માનવામાં આવે છે. જો કે, તેની ઉચ્ચ સંતૃપ્ત ચરબી કેટલાક માટે ચિંતાનો વિષય બની શકે છે.
સરસનું તેલએ ખાસ કરીને ઉત્તર ભારતમાં લોકપ્રિય છે, જેનો ઉપયોગ વ્રતની રસોઈમાં થાય છે. તે એક વિશિષ્ટ સ્વાદ ધરાવે છે જે ઘણી વ્રતની વાનગીઓમાં ઉપયોગ થાય છે. નાળિયેર તેલ, તેના યુનિક ટેસ્ટ અને ઉચ્ચ સંતૃપ્ત ચરબી સાથે, તેનો ઉપયોગ અમુક પ્રદેશોમાં થાય છે પરંતુ વ્રત દરમિયાન સાર્વત્રિક રીતે સ્વીકારવામાં ન આવે. આખરે, આદર્શ તેલએ ચોક્કસ વ્રત, વ્યક્તિગત પસંદગીઓ અને આહારના નિયંત્રણો પર આધાર રાખે છે.
ઘણા તેલ વ્રતની રસોઈ માટે યોગ્ય હોય છે તો કેટલાક એવા છે જે સામાન્ય રીતે ધાર્મિક અથવા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટાળવા જોઈએ.
ઉપવાસ દરમિયાન ક્યા તેલનું સેવન ટાળવું?
રિફાઈન્ડ ઓઈલ: આ ખૂબ પ્રોસેસ્ડ હોય છે અને તેમાં ઘણી મિલાવટ કરવામાં આવતી હોય છે, જે કદાચ વ્રત દરમિયાન યુઝ કરી ન શકાય.
વનસ્પતિ તેલ: વિવિધ બીજમાંથી મેળવેલા આ તેલમાં મોટાભાગે ભારે પ્રક્રિયા કરવામાં આવે છે અને તેમાં બિનઆરોગ્યપ્રદ ટ્રાન્સ ફેટ હોય છે. તેઓ સામાન્ય રીતે શુદ્ધ અથવા સાત્વિક માનવામાં આવતા નથી.