સમગ્ર ગુજરાત માં વરસાદની જમાવટ

ગુજરાત માં હજુ છ દિવસ રહેશે વરસાદી માહોલ.

Cyclone Biparjoy: Over 94,000 persons from 8 coastal districts evacuated; NDRF, Army, Coast Guard pressed into action

 

સમગ્ર ગુજરાતમાં આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Delhi and Mumbai Flooded: 11.8 Inches Rain in 6 Hours, Schools Closed, Trains Canceled - GrowNxt Digital

આજે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સહિત મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કુલ નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, વલસાડ અને કેન્દ્ર સાશિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

How Kerala keeps its date with the monsoon | India News - Times of India

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમા કેટલાક વિસ્તારોમા યલો એલર્ટ છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કાલથી ત્રણ દિવસ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *