મનુ ભાકરને ‘ગોલ્ડન ચાન્સ’

ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા બાદ ત્રીજામાં જીતશે તો રચાશે ઈતિહાસ.

Manu Bhaker Wins Historic Bronze at Paris Olympics 2024 becomes The First female Indian Shooter to win Olympic medal मनु भाकर ने पेरिस ओलंपिक में रचा इतिहास, ब्रॉन्ज जीतकर किया 12 साल

ભારતને ગૌરવ અપાવનાર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં દમદાર એથલીટ બનીને ઉભરી આવી છે. તેણે ઓલિમ્પિકમાં બે મેડલો જીતીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. હવે મનુ પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. જો તે ત્રીજો મેડલ જીતશે તો ભારત માટે મોટો ઈતિહાસ રચાશે. પેરિસ ઓલિમ્પિકમાં આજે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ૧૦ મીટર એર પિસ્ટલમાં દક્ષિણ કોરિયાને હરાવી કાંસ્ય પદક જીત્યું હતું. આ પહેલા મનુએ મહિલાઓની ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય પદ જીત્યું હતું.

PV Sindhu Manu Bhaker; Paris Olympic Indian Players LIVE Updates | Prannoy HS | पेरिस ओलिंपिक में भारत को पहला मेडल: मनु भाकर ने 10 मीटर एयर पिस्टल में ब्रॉन्ज जीता, शूटिंग

મનુ ભાકર આવો ઈતિહાસ રચનાર પ્રથમ ભારતીય મહિલા બની

Manu Bhaker’s aim turns dreams into gold. 🎯🥇, #MuhammadAli #DiljitDosanjh, [Olympics 2024, Paris, Explore, Manu Bhaker]

ભારત દેશ આઝાદ થયા બાદ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પ્રથમવાર બે મેડલ અપાવ્યા છે. આ સાથે મનુ આવો ઈતિહાસ રચનારી પ્રથમ મહિલા બની ગઈ છે. વર્ષ ૧૯૦૦માં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારત તરફથી રમી રહેલી નોર્મ પ્રિચાર્ડે ૨૦૦ મીટર સ્પ્રિન્ટ અને ૨૦૦ મીટર હર્ડલ્સમાં રજત ચંદ્રક જીત્યા હતા, જોકે આ સિદ્ધિ ભારત આઝાદ થયા પહેલા નોંધાઈ હતી. 

મનુ ભાકર ઓલિમ્પિકમાં કરશે મહાહેટ્રિક! બે મેડલ જીત્યા, હવે ત્રીજા માટે 'ગોલ્ડન' ચાન્સ

મનુ ભાકરની આગામી એર પિસ્ટલ સ્પર્ધા બીજી ઓગસ્ટે રમાશે, જેમાં તેને ત્રીજો મેડલ જીતવાની સાથે સૌથી મોટો ઈતિહાસ રચવાની તક છે. મનુએ તાજેતરમાં બે મેડલો જીતી પૂર્વ ભારતીય કુસ્તીબાજ સુશીલ કુમાર (પુરુષોની ૬૬ કિગ્રા કુસ્તી, બેઇજિંગ ૨૦૦૮ અને લંડન ૨૦૧૨) તેમજ પી.વી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન રિયો ૨૦૧૬ અને ટોક્યો ૨૦૨૦)ના રેકોર્ડની બરાબરી કરી છે. આ ઉપરાંત જો તે બીજી ઓગસ્ટે ત્રીજો મેડલ જીતશે, તો આ બંને એથ્લેટનો રેકોર્ડ તોડવાની સાથે ઈતિહાસ રચશે.

કોણ છે પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર સરબજોત સિંહ? 22 વર્ષની ઉંમરે મેળવી ખાસ સિદ્ધિ

હું હેટ્રિક કરવાનો પ્રયાસ કરીશ : મનુ ભાકર

કાંસ્ય પદક જીતનાર મનુ ભાકર તેના સાથીદાર સરબજોત સિંહ સાથે ઘણી ખુશી જોવા મળી છે. આ દરમિયાન તેણે કહ્યું કે, હું ત્રીજો મેડલ જીતવા માટે ખૂબ મહેનત કરીશ અને હેટ્રિક કરવાના તમામ પ્રયાસ કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *