ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવાનો સરકારનો નિર્ણય

૧૦,૦૦૦ બોર રિચાર્જ કરાશે.

ગુજરાત સરકાર દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ કાર્ય કરી રહી છે. આઆ કાર્યને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ. ૧૫૦ કરોડની મહત્વની ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ભૂગર્ભ જળ જાળવવા અને ઉલેચવા 'ચૂકવણુ' કરવું પડશે - Payment Has To Be Made To  Maintain And Mention Groundwater - Gujarat News News - Abtak Media

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦:૧૦ ના ધોરણે એટલે કે ૯૦ % ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે ૧૦ % ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.

ભૂગર્ભજળ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભજળ અંગે વિવિધતાઓ જોવા મળે છે. રાજ્યમાં આવેલી કુલ ૧૮૫ નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ૩૯ % ભૂગર્ભ જળ છે જેનાથી ૫૭ % જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી ૮૦ % ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે.

વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવાનું કાર્ય કરતા  ટીંબાચુડીના ગ્રામજનો | DeshGujarat

સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રીચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર-લેવલ નીચા જઈ રહ્યા છે. સાથે જ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે. આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે. ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી મળવાથી રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *