અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

India to record above-normal rainfall in August and September: IMD | India  News - Times of India

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બુધવારે અમદાવાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ થરૂ થયો છે. અમદાવાદના પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે પર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Delhi-NCR rain: Massive traffic jams after waterlogging, schools ordered  shut on Thursday - India Today

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. આ સાથે વેજલપુર, સાયન્સ સિટી, શીલજ, વૈષ્ણદેવી, શિવરંજની, ચાંદખેડા, ધુમા, બોપલ, આંબલી, જુહાપુરા, શ્યામલ, યુનિવર્સિટી રોડ, ભાડજ, રાણીપ, વાડજ, પંચવટી, મીઠાખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે  વરસાદ પડ્યો | Heavy rain accompanied by thunder and gusty winds occurred in  several areas of Ahmedabad ...

રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ૦૫ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદ, ભાવનગર જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે (૦૧ ઓગસ્ટ) ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

૦૨ ઓગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ દિવસે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ૨૫ જેટલાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

૦૩ ઓગસ્ટની આગાહી

આ દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

૦૪ ઓગસ્ટની આગાહી

આ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ૨૨ જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલને પગલે હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.  

૦૫ ઓગસ્ટની આગાહી

૦૫ ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના ૩૧ જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *