યોગી આદિત્યનાથ: ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, પ્રતિષ્ઠા તો મને મારા મઠમાં પણ મળે ’.
ઉત્તર પ્રદેશ વિધાનસભા માં તાજેતરમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં અયોધ્યામાં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના સાંસદ પર ગંભીર આક્ષેપ કર્યો છે. દુષ્કર્મના મામલામાં સપાના નેતા મોઈન ખાન નું નામ સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.
મુખ્યમંત્રીએ યોગીએ કહ્યું કે, ‘અમે આ ઘટનાને હળવાથી લઈશું નહીં. રેપ કાંડમાં સામેલ વ્યક્તિ ફૈજાબાદ ના સાંસદ સાથે રહે છે, તે તેમની ટીમનો સભ્ય છે. તેમ છતાં સમાજવાદી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. આખરે તેમની મજબૂરી શું છે?’ ગૃહમાં સંબોધન વખતે યોગીએ એવું પણ કહ્યું કે, ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મને મારા મઠમાં પણ મળી જાત.’
ગૃહમાં યોગીએ કહ્યું કે, ‘અયોધ્યામાં એક ૧૨ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ કૃત્યમાં સમાજવાદી પાર્ટી નો નેતા મોઈન ખાન સામેલ છે. તે અયોધ્યાના સાંસદ સાથે રહે છે, ઉઠે છે, ખાય છે, પીવે છે, તે તેમની ટીમનો મેમ્બર છે. તેમ છતાં પાર્ટીએ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. આવી ગંભીર કરતૂતમાં તે સામેલ છે, તેમ છતાં તેને હળવાશથી લેવાનું કામ થઈ રહ્યું છે.’