સવારે આટલા લક્ષણો અનુભવાય છે? તો હાઈ બ્લડ પ્રેશરના ચેતવણીના ચિહ્નો જાણો

આપણું બ્લડ પ્રેશર સમગ્ર દિવસ દરમિયાન નેચરલી વધઘટ થાય છે. જો કે, સવારે ઉઠવાથી સતત વધવા લાગે જેને સવારના હાયપરટેન્શન તરીકે ઓળખાય છે જે ચિંતાનું કારણ બની શકે છે.

High Blood Pressure : સવારે આટલા લક્ષણો અનુભવાય છે? તો હાઈ બ્લડ પ્રેશરના ચેતવણીના ચિહ્નો જાણો

હાઈ બ્લડ પ્રેશર જે ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે બ્લડ પ્રેશર રીડિંગ્સ તમારા એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય વિશે ઘણા સંકેતો ધરાવે છે? સિનિયર કન્સલ્ટન્ટ-ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર વી પાગડ સવારે બ્લડ પ્રેશરમાં મહત્વ અને તમારે અવગણવા ન જોઈએ, એક્સપર્ટએ ચેતવણી ચિહ્નો આપ્યા, જાણો

આપણું બ્લડ પ્રેશર સમગ્ર દિવસ દરમિયાન નેચરલી વધઘટ થાય છે. જો કે, સવારે જાગવાથી સતત ઉચ્ચ રીડીંગ આવે જેને સવારના હાયપરટેન્શન તરીકે ઓળખાય છે જે ચિંતાનું કારણ બની શકે છે.

આ તમારા શરીરની નેચરલ લય સ્ટ્રેસ હોર્મોન લેવલ અને ઊંઘમાં પણ ખલેલ દ્વારા પ્રભાવિત થઈ શકે છે, જ્યારે પ્રસંગોપાત સ્પાઇક્સ થવું સામાન્ય હોય છે, સતત વધે તે અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલનું સૂચન કરે છે જે તમારા શરીરના કુદરતી બ્લડ પ્રેશર નિયમનમાં વિક્ષેપ પાડે છે.

Getting your blood pressure under control starts with following a healthy  diet and exer… | Blood pressure remedies, Low blood pressure, High blood  pressure remedies

હાઈ બ્લડ પ્રેશરમાં ઘણીવાર કોઈ ધ્યાનપાત્ર લક્ષણો હોતા નથી, જે તમારા સુખાકારીમાં સૂક્ષ્મ ફેરફાર પર ધ્યાન આપવાનું નિર્ણાયક બનાવે છે, ખાસ કરીને સવારેના સમયે. અહીં એક્સપર્ટે ૫ સાઈલેંટ ચેતવણીના ચિહ્નો આપ્યા છે, 

હાઈ બ્લડ પ્રેશરના ચેતવણીના ચિહ્નો

Blood Pressure GIFs - Find & Share on GIPHY

  • સવારમાં સતત માથાનો દુખાવો : હાઈ બ્લડ પ્રેશર તમારી રક્તવાહિનીઓમાં તાણ લાવી શકે છે, જેનાથી સવારે ઉઠ્યા પછી માથાનો દુખાવો થાય છે.
  • નાકમાંથી રક્તસ્ત્રાવ થવો : તમારા નાકની રક્તવાહિનીઓ ઊંચા દબાણને કારણે ફાટી જવા માટે સેન્સિટિવ હોય છે, જયારે અચાનક નાકમાંથી લોહી નીકળવું ત્યારે તેને અવગણવું નહિ.
  • સતત થાક લાગવો : સવારમાં સતત થાક લાગવો એ તમારી એનર્જી લેવલને અસર કરતી હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે.
  • બેચેની : સવારે આરામ કરવામાં મુશ્કેલીનો અનુભવ થવો એ સવારના હાયપરટેન્શન સાથે સંકળાયેલ હોઈ શકે છે.
  • સવારે ચક્કર આવવા : જાગ્યા પછી ચક્કર આવવાનું કારણ ક્યારેક બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ શકે છે.

Heartbreak Love GIF Find & Share on GIPHY

સવારના બ્લડ પ્રેશર રીડિંગ્સના મહત્વને સમજીને અને ચેતવણીના સંકેતોને ઓળખીને, તમે તમારા સ્વાસ્થ્યને સંચાલિત કરવા માટે સક્રિય પગલાં લઈ શકો છો.

Blood Pressure GIFs | Tenor

યાદ રાખો, બ્લડ પ્રેશરનું નિયંત્રણ જાળવવા અને કાર્ડિયોવેસ્ક્યુલરને લગતી સમસ્યાના જોખમને ઘટાડવા માટે નિયમિત ચેકઅપ અને ગાઇડલાઇન્સ માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. સાયલન્ટ કિલર તમને નુકશાન પહોંચાડે એ પહેલા ચેતવણીના ચિહ્નો જાણી એકશન લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *