ધીરજ બોમ્બાદેવરા અને અંકિતા ભક્તની જોડીએ તિરંદાજીની મિક્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની જોડી સામે ૫-૩ થી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય જોડીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આજે સાતમો દિવસ છે. આજે ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર ત્રીજી વખત એક્શનમાં રહેશે. મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.
ભારતીય હોકી ટીમ ગ્રુપ રાઉન્ડની આખરી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ૩-૨ થી વિજય મેળવ્યો છે. ૫૨ વર્ષમાં પ્રથમ વખત ભારતની હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. બીજી તરફ બેડમિન્ટનમાં ભારતની એકમાત્ર આશા લક્ષ્ય સેન આજે પોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. છઠ્ઠા દિવસે એચએસ પ્રણય, પીવી સિંધુ અને સાત્વિક સાઈરાજ-ચિરાગ શેટ્ટી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
ધીરજ, અંકિતા સેમિ ફાઇનલમાં પહોંચ્યા
ધીરજ બોમ્બાદેવરા અને અંકિતા ભક્તની જોડીએ તિરંદાજીની મિક્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની જોડી સામે ૫-૩ થી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય જોડીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા આ જોડીએ ઈન્ડોનેશિયાની જોડીને ૫-૧ થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું.
તુલિકા માનનો પરાજય
ભારતની તુલિકા માનને પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડયો. તે ૭૮+ કિગ્રામાં રાઉન્ડ ઓફ ૩૨ માં ઉતરી હતી. તેનો ક્યુબાની ઈડાલેસ ઓર્ટિઝ સામે ૧૦-૦ થી પરાજય થયો હતો. જો ઓર્ટિઝ ફાઈનલમાં પ્રવેશે તો તુલિકાને રેપેચેજ રાઉન્ડ રમવાની તક મળશે.